વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં 17 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત

વાવડીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી સત્તર વર્ષિય સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ વાવડીમાં ચામુંડા હોટેલની આગળ વિશ્વકર્મા સોસાયટીમાં…

વાવડીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી સત્તર વર્ષિય સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ વાવડીમાં ચામુંડા હોટેલની આગળ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી કાજલકુમારી રાજુભાઈ કુશવાહા (ઉ.વ.17)એ સાંજે ઘરે હતી ત્યારે એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં 108ને જાણ કરાઇ હતી. પણ તેના તબિબ તેજલબેન વાજાએ તેણીને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એન. એલ. ચાવડાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર કાજલકુમારી પાંચ બહેનમાં બીજી હતી. તેના પિતા કારખાનામાં કામ કરે છે અને માતા ઘર નજીક શાકભાજી વેંચે છે. આ પરિવાર મુળ ઉત્તરપ્રદશેનો વતની છે. સાંજે નાની બહેન ઘરમાં આવી ત્યારે કાજલકુમારીને લટકતી જોતાં દેકારો મચાવતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ 108 બોલાવી હતી. પરંતુ તેના ડોક્ટરે તેણીને ઘટના સ્થળે જ મૃત જાહેર કરી હતી. કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *