દીવાળી બગડે નહીં તો સારૂ! આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજું રાજકોટમાં તો ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. દીવાળી…

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે ત્યારે બીજી બાજું રાજકોટમાં તો ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. દીવાળી બગડે તેવી હાલત છે. કારણ કે, શહેરી તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યાર 1 ડેમમાં ડેડ વોટર બાદ કરતા માત્ર 25 દિવસ જ ચાલે તેટલુ પાણી બચ્યુ છે. આખુ વર્ષ નર્મદા મૈયાના સહારે જીવવાનું છે એ નક્કી જ છે. આગોતરા આયોજન માટે મહાનગરપાલિકાએ સરકાર પાસે વર્ષ આખુ ચાલુ તેટલા 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માગણી કરી છે.

તેને એક મહિના ઉપરનો સમય થઇ ગયો. આમછતા હજુ સુધી આજી-ન્યારીમાં એક ટીપુ ઠલવાયુ નથી.રાજકોટના 18 વોર્ડમાં વસવાટ કરતી 20 લાખની વસતી પર ગંભીર જળ સંકટ તોળાઇ રહ્યું છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાએ આગોતરૂૂં આયોજન કરીને જો પુરતો વરસાદ ન થાય તો રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી આપી શકાય તે માટે અને આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 મળી કુલ ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર પાણી ઠલવવાની માગણી સાથે રાજ્ય સરકારને પત્ર પાઠવીને કરી છે. ગત મહિનાની 11 તારીખ આસપાસ મનપાએ સરકારમાં પત્ર લખ્યો હતો. આમછતા હજુ સુધી સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવાનુ શરૂૂ કરાયુ નથી. દીવાળી આગામી તા.8ના રોજ છે. અને આજી-ન્યારીમાં માત્ર 25 દિવસનું જ પાણી બાકી છે.

રાજકોટ માટે દર વર્ષે ફેબ્રુઆરી અને જૂન માસમાં રાજ્ય સરકાર પાસેથી નર્મદાનીર માંગવા પડે છે. પરંતુ આ વર્ષે ચોમાસુ પુરુ થતા જ શહેર નર્મદા મૈયાના ભરોસે આવી ગયુ છે. મહાનગરપાલિકા પાસે આજી ન્યારી અને મહદ અંશે ભાદર-1 સિવાય બીજા કોઇ જળસ્ત્રોત નથી. આ સિઝનમાં આજી અને ન્યારીમાં માત્ર બે દિવસનું જ નવુ પાણી આવ્યુ છે. ભાદર-1માં પણ પાણીની નહીવત આવક થઇ છે. આ કારણે હાલના તબક્કે આજી-1માં 28 ટકા અને ન્યારી-1માં 27 ટકા આસપાસ જળજથ્થો જ રહ્યો છે. આગામી ઉનાળા સુધી રાજકોટમાં પાણીની કટોકટી ન સર્જાય રાજ્ય સરકારને પત્ર લખીને આજી અને ન્યારીમાં તબક્કાવાર ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર નર્મદાનીર આપવા માગણી કરી છે.

નર્મદાનીરથી ડેમ ભરી દેવાય તો પણ ફેબ્રુઆરીમાં ફરી પાણી માંગવું પડશે
આગામી 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે ઉનાળા સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ચાર હજાર એમસીએફટી નર્મદાનીર માંગવામાં આવ્યા છે. હાલમાં બન્ને જળાશયોમાં 25 દિવસ સુધી ચાલે તેટલુ જ પાણી છે. નર્મદાનીરથી બન્ને જળાશયો ભરી દેવામાં આવે તો પણ ડેમની સ્થિતિ, પાણીનો બગાડ અને પાણી ચોરી સહિતની સમસ્યાને કારણે ફરીથી ફેબ્રુઆરી મહિનામાં પાણી માંગવુ પડશે. આમ પણ બન્ને જળાશય ઓવરફ્લો થાય છતાં મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં બે વખત નર્મદાનીર પર આધાર રાખવો પડે છે.

મનપાએ ત્રણ-ચાર વખત રિમાઇન્ડર આપવા છતા સરકાર ‘ઘુણતી’ નથી
મનપાની વોટર વકર્સ શાખામાંથી જાણવા મળ્યા મુજબ ગત સપ્ટેમ્બર મહિનાની 11 તારીખ આસપાસ સરકારમાં આજી-ન્યારી ડેમમાં નર્મદા નીર ઠલવવા પત્ર વ્યવહાર કરાયો હતો. એ પછી ત્રણ-ચાર વખત રિમાઇન્ડર આપવા છતા હજુ સુધી આ બન્ને ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠલવવાનું શરૂૂ કરાયુ નથી. હાલ આકરો તાપ પણ પડી રહ્યો છે. જેના લીધે બન્ને જળાશયોમાં રહ્યુ સહ્યુ પાણીના બાષ્પીભવનનું પ્રમાણ પણ વધ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *