જામનગરમાં કચરાના નિકાલના કરોડોના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શરૂૂ કરાયેલો ’વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મનપા…

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શરૂૂ કરાયેલો ’વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે કંપનીને ફાળવવામાં આવેલી જમીનનો કબજો પરત મેળવી મનપાને થયેલા આર્થિક નુકસાનનું વળતર વસૂલવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, જામનગરના વિવિધ વોર્ડમાંથી એકત્રિત થતા કચરાના નિકાલ માટે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાથી શહેરનો કચરો ગુલાબનગર નજીક ઠાલવવામાં આવી રહ્યો છે. પરિણામે ત્યાં કચરાના વિશાળ ઢગલા ખડકાયા છે.

આ કચરો દૂર કરવા માટે વારંવાર કરોડો રૂૂપિયાનાં ટેન્ડરો બહાર પાડવામાં આવતાં હોવાનો ઉલ્લેખ કરી મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

વધુમાં જણાવાયું છે કે, જામનગર મહાનગરપાલિકા અને વેસ્ટ ટુ એનર્જી કંપની વચ્ચે તા. 25 એપ્રિલ 2019ના રોજ કરાર થયો હતો. કંપની દ્વારા કરારની કલમ 25 સહિતની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પ્લાન્ટ શરૂૂ કરવા માટે તા. 23 એપ્રિલ અને 15 મે 2025ના રોજ તાકીદ કરવામાં આવી હોવા છતાં કામગીરી શરૂૂ ન થતાં મનપા કમિશનર દ્વારા તા. 17 જુલાઈ 2025ના રોજ કરાર રદ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

આમ છતાં પ્લાન્ટ શરૂૂ કરવામાં આવ્યો ન હોવાનું અને શહેરના કચરાનો નિકાલ ગુલાબનગર પાસે કરાતો હોવાથી મહાનગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.આ સંજોગોમાં કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ખાલી કરાવી તેનો કબજો મનપાએ પરત મેળવવો, થયેલા નુકસાનનું વળતર તથા કરાર મુજબ મળવાપાત્ર અન્ય રકમ વસૂલવી અને જવાબદારો સામે જરૂૂરી કાર્યવાહી કરવી તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *