ઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજા

પોલીસનો ફરિયાદ નોંધવાના બદલે સમાધાન માટે હઠાગ્રહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે આવેલ સરકારી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે સરકારી ગાઈડલાઈન અને…

પોલીસનો ફરિયાદ નોંધવાના બદલે સમાધાન માટે હઠાગ્રહ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે આવેલ સરકારી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે સરકારી ગાઈડલાઈન અને નીતિ-નિયમો નેવે મૂકી શાળામાં મજાક-મસ્તી કરતા ત્રણ વિદ્યાર્થીઓને બેરહેમીપૂર્વક ફટકારતા ત્રણ પૈકી એક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ઘોઘા પોલીસે ફરિયાદ દાખલ કરવાને બદલે ઈજાગ્રસ્ત સગીરના વાલીઓને સમાધાન માટે હઠાગ્રહ રાખતા વાલીઓમાં રોષ ફેલાયો છે. હાથબ ગામે પી.એમ. પ્રાથમિક શાળા આવેલી છે. તાજેતરમાં આ શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક-મસ્તી કરતા પકડાઈ જતાં શાળામાં ઇન્ચાર્જ આચાર્યએ આ ત્રણેય વિદ્યાર્થીઓને શાળામાં જ માર માર્યો હોવાનો આક્ષેપ છે.

આ ઘટનામાં અક્ષય દિનેશભાઈ ગોહિલ નામના વિદ્યાર્થીને લાફા માર્યા હોય, આ મારના કારણે વિદ્યાર્થીના કાનના પડદાને ગંભીર નુકસાન-ઈજા પહોંચી હોવાનું વાલીઓનું કહેવું છે. આથી તેને સારવાર અર્થે કોળિયાક સી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આવી ગંભીર બાબતને લઈને વિદ્યાર્થીના વાલીઓએ ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ ડી.ઈ.ઓ.ને રજૂઆત કરી ઇન્ચાર્જ આચાર્યને તત્કાળ સસ્પેન્ડ કરવા અથવા અત્રેથી બદલી કરવાની માંગ કરી હતી. આ અંગે ડી.ઈ.ઓ.એ વાલીઓને આશ્વાસન આપી તપાસ કરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *