ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના ભૂલકાંઓને મળતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આ નિર્ણય મુજબ સંકલિત બાળ વિકાસ યોજનાની પૂરક પોષણ યોજના હેઠળ હોટ કુક્ડ મીલ માટે આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં 67 ટકા જેટલો મોટો વધારો કરવામાં આવ્યો છે.આ દર અત્યાર સુધી પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂૂ.5.10નો હતો કે જે હવે વધારીને રૂૂ.8.50 કરવામાં આવ્યો છે. એટલે કે સ્થાનિક ખરીદીના દરમાં પ્રતિ બાળક પ્રતિદિન રૂૂ.3.40નો વધારો થયો છે.આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીઓમાં ભણતા 3થી 6 વર્ષના લગભગ 16.17 લાખથી વધુ બાળકોને વધુ પૌષ્ટિક આહાર મળશે.
આ વધારાનો બોજ માત્ર કેન્દ્રના ફાળાથી નહીં પણ રાજ્ય સરકાર પોતાના હિસ્સામાંથી ઉઠાવશે.અગાઉના રૂૂ.5.10નો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50ના ધોરણે રહેશે, જ્યારે વધારાના રૂૂ.3.40નો 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે કે જે વાર્ષિક રૂૂ.80 કરોડ જેટલું થશે.બાળકોના હોટ કુકડ મીલ માટે પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂૂ.8.50નું નવું નાણાકીય માળખું અમલમાં આવ્યું છે.આ નિર્ણય માત્ર ભોજન માટેના નાણાકીય દર પૂરતો સીમિત નથી.હોટ કુકડ મીલના સાપ્તાહિક મેનુમાં મગ કઠોળનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે.3થી 6 વર્ષના બાળકો માટે સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવાનું મેનુમાં દર્શાવવામાં આવ્યું છે.
ઠરાવ મુજબ પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂૂ.8.50ના કુલ દરમાં તુવેર દાળ માટે રૂૂ.1.24, આખા ચણા માટે રૂૂ.0.85, આખા મગ માટે રૂૂ.1.30, ગોળ માટે રૂૂ.0.525, મોસમી લીલા શાકભાજી માટે રૂૂ.0.83, ફળો માટે રૂૂ.2, સીંગદાણા/તલ માટે રૂૂ.0.65, મસાલા માટે રૂૂ.0.60 અને સ્થાનિક પરિવહન માટે રૂૂ.0.50ની જોગવાઈ કરવામાં આવી છે.આ નિર્ણયનું એક મહત્વનુ પાસું એ છે કે હોટ કુકડ મીલ માટે જરૂૂરી સામગ્રીની સ્થાનિક ખરીદી સાથે સંકળાયેલી વ્યવસ્થાને હવે વધુ નાણાકીય આધાર મળશે.નવા નાણાકીય માળખામાં સૌથી નોંધપાત્ર બાબત રાજ્ય સરકારનો વધારાનો હિસ્સો છે. પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂૂ. 5.10નો અગાઉનો ખર્ચ કેન્દ્ર અને રાજ્યના 50:50 ધોરણે રહેશે, જ્યારે પ્રતિદિન રૂૂ. 3.40નો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર 100 ટકા ઉઠાવશે. આ રીતે પ્રતિ લાભાર્થી પ્રતિદિન કુલ રૂૂ.8.50ની જોગવાઈ કરવામાં આવી છે.
