ક્રિકેટ બાદ હવે લીંકડીનમાં વિરાટ કોહલીની નવી ઇનિંગનો પ્રારંભ

વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મ પર તેની એન્ટ્રી થતાં જ ચાહકોનું…

વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મ પર તેની એન્ટ્રી થતાં જ ચાહકોનું ધ્યાન ખેંચાયું છે.કોહલીએ પોતાની પ્રોફાઇલના બાયોમાં ક્રિકેટ સાથેના 18 વર્ષના સંબંધનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે પિચ 18 વર્ષથી તેનું ઘર રહી છે. આ 22 યાર્ડની પિચે માત્ર તેની રમત જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વને પણ ઘડ્યું છે. તેના મતે, ક્રિકેટમાંથી મળેલા અનુભવો અને શીખે તેને આજે જે વ્યક્તિ છે તે બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

LinkedIn પર પોતાની પહેલી પોસ્ટમાં કોહલીએ ભારતમાં સ્પોર્ટ્સ વિશે તેના સપના વિશે જણાવ્યું . કોહલીએ કહ્યું કે તે એવા ભારતની કલ્પના કરે છે, જ્યાં દરેક રમતને પ્રેમ મળે, તેનું સન્માન થાય અને લોકો તેને રમે. કોહલીના મતે, નવી પેઢી સાબિત કરી રહી છે કે ભારત વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ તૈયાર કરી શકે છે અને વૈશ્વિક સ્તરે પોતાની બ્રાન્ડ પણ સ્થાપિત કરી શકે છે.

કોહલીએ ભારતમાંથી એક મોટું સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ઊભું કરવાની વાત કરી છે. જેમાં સ્પોર્ટ્સના સાધનો, કપડાં, કીટનો સમાવેશ થાય છે.કોહલી હાલમાં સ્પોર્ટ્સવેર બ્રાન્ડ Agilitasમાં રોકાણકાર છે અને જ્ઞક્ષય8ૂજ્ઞહિમનો સહ-સ્થાપક પણ છે. તેણે પોતાની કારકિર્દીમાં અનુસરેલી વિચારધારા વિશે વાત કરતાં કહ્યું કે વિકાસ માટે મર્યાદાઓથી આગળ વધવું અને કંઈક અલગ કરવાની હિંમત રાખવી જરૂૂરી છે.
કોહલીની LinkedIn પર એન્ટ્રી તેની ક્રિકેટ કારકિર્દીથી આગળના બિઝનેસના રસને પણ દર્શાવે છે. તેની પહેલી પોસ્ટમાં ભારતને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ક્ધટ્રી તરીકે સ્થાન અપાવવાની મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *