ઓખા પાલિકાના ત્રિપાંખિયા જંગમાં 35માંથી 33 બેઠક મેળવી ભાજપનો ભવ્ય વિજય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર…

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. ભાજપના આ શાનદાર પ્રદર્શનથી પક્ષની છાવણીમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. ત્રણેય પક્ષોના ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ પરિણામોમાં ભાજપે એકતરફી પ્રદર્શન કર્યું છે. ભાજપે 33 બેઠકો જીતીને નગરપાલિકા પર કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણી પહેલાં જ 4 બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી. ત્યારબાદ બાકીની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પરિણામો જાહેર થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં સત્તા મેળવી છે. ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ ધારાસભ્ય પબુભા માણેકે તમામ વિજેતા સભ્યોને અભિનંદન પાઠવ્યાં હતા. ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓખા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં હવે પ્રમુખ પદની પસંદગીને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. ઓખા નગરપાલિકાનું પ્રમુખ પદ સામાન્ય બેઠક માટે અનામત છે. હવે ભાજપ કોને પ્રમુખ પદની જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર રહેશે. 33 બેઠકો સાથે ભાજપે પાલિકામાં મજબૂત સ્થિતિ મેળવી છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકાના વહીવટની દિશા કેવી રહેશે તે જોવું રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *