ભાવનગર જિલ્લાના તળાજા ધારડી ત્રાપજ નેશનલ હાઇવે પર યમદૂતોએ ડેરાતંબુ નાખ્યા છે.ત્રાપજ નજીક સાત ના મોત નિપજ્યા બાદ ધારડી નજીક બે યુવાનોના મૃત્યુ બાદ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ થી પુત્રને વિદેશ મોકલીને પરત ફરતા આહીર પરિવારને ધારડી નજીક અકસ્માત નડ્યોહતો. કારમા બેસેલ પાંચ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી.જેમાં ડ્રાંઇવર બાજુમાં બેસેલ યુવાનનું મૃત્યુ થયું હતું. હતભાગી પરિવાર મૂળ રાજુલા તાલુકાના રીંગણીયાળા ગામનો રહેવાસી છે. મૃતક સુરત ખાતે રહેતા હતા.
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ કેતનભાઈ હાદાભાઈ વાણિયા ઉ.વ.46,ધીરુભાઈ રામજીભાઈ ઉ.વ.55,રેખાબેન કેતનભાઈ વાણીયા ઉ.વ 43,ક્રિશ કેતનભાઈ વાણિયા ઉ.વ.18 અને ધ્યાન લાલજીભાઈ વાણિયા ઉ.વ.3.5 અમદાવાદ એરપોર્ટ પરથી પરત વતન રાજુલા ફરીરહ્યા હતા.વાણિયા પરિવાર નો યુવાન વિદેશમા કરાટે ચેમ્પિયન શિપમાં ભાગ લેવાજતો હોય તેઓને મુકવા ગયા હતા.
આર્ટિક કારનં.જીજે-05-આર.વાય.1956 મા પરત ફરતાહતા.એ સમયે ધારડી ગામનજીક નેશનલ હાઇવે પર સિમેન્ટ વહન કરતો ટોરસ ટ્રક નં.જીજે 14-એટી-5520 ઉભેલોહોય તેનીપાછળ આર્ટિક કાર અથડાઇ હતી. કારમા પાંચેય વ્યક્તિ ને ઇજાઓ થઈહતી.તમામ ઇજાગ્રસ્તો ને અહીંની સદવિચાર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.અહીં કેતનભાઈ વાણિયાનું મૃત્યુ થયું હતું. મૃતક યુવન સુરત સ્થાયી થયા છે. અહીં જમીનનો પોપડો ભાડેરાખીને તળાજા સહિત સૌરાષ્ટ્ર માંથી આવતી લકઝરીબસ સહિતના વાહનોને પાર્કિંગ આપવામાટે નો વ્યવસાય કરેછે. નેશનલ હાઇવે ખાસ કરીને ધારડી નજીક ગૌવંશ ના ધણ બેઠા હોય છે.જેને લઈ નાના અકસ્માતો અનેક થાયછે.અહીંથી પસાર થતા દરોજના હજારો મુસાફરોની ઝીંદગી જોખમમાં મુકાય છે.એ ઉપરાંત રોડપર અથવાતો સાઈડમા ટ્રક ઉભા રહે છે.
