ભારતના શૂટર ઉધયવીર સિધુએ શુટિંગ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ

ઇજિપ્તના કેરોમાં ભારતના 24 વર્ષીય નિશાનબાજ ઉધયવીર સિધુ એ રવિવારે શૂટિંગના વર્લ્ડ કપમાં 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે 240.6ના સ્કોર…

ઇજિપ્તના કેરોમાં ભારતના 24 વર્ષીય નિશાનબાજ ઉધયવીર સિધુ એ રવિવારે શૂટિંગના વર્લ્ડ કપમાં 10 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે 240.6ના સ્કોર સાથે ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યો હતો. તેણે જર્મનીના ઑલિમ્પિક મેડલિસ્ટ ક્રિસ્ટિયન રિટ્ઝને નાટ્યાત્મક નિર્ણાયક મુકાબલામાં 0-5 પોઇન્ટના તફાવતથી હરાવી દીધો હતો. રિટ્ઝ 240.1ના સ્કોર સાથે બીજા નંબરે રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઇટલીનો પાઓલો મોન્ના (219.8) બ્રોન્ઝ જીત્યો હતો.

ભારતનો ઑલિમ્પિક મેડલિસ્ટ સરબજોત સિંહ 574.00ના સ્કોર સાથે છેક 31મા સ્થાને રહ્યો હતો. ઉધયવીર સિધુ પંજાબનો છે. તે 2018થી 2022 દરમ્યાન જુનિયર વર્લ્ડ કપ, જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપ સહિતની મોટી સ્પર્ધાઓમાં કુલ નવ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *