મતદાનના બીજા દિવસે કર્મચારી ફરજ પર હાજર ન થાય તો પણ હાજરી ગણવા નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ફરજ બજાવતા મતદાન કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયોગે મતદાનના બીજા દિવસે મતદાન કર્મચારીઓને ચૂંટણી…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ફરજ બજાવતા મતદાન કર્મચારીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયોગે મતદાનના બીજા દિવસે મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પરનો જ સમયગાળો ગણવા અંગે સૂચના જારી કરી છે.

અગાઉ મોડી રાત્રે કે વહેલી પરોઢે રિસિવિંગ સેન્ટર પર કામગીરી પૂર્ણ કર્યા બાદ કર્મચારીઓને બીજા દિવસે મૂળ કચેરીએ હાજર થવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ, આ નિર્ણયથી મતદાનના બીજા દિવસે કર્મચારી જો મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો પણ તે દિવસને ‘ફરજ પરની હાજરી’ ગણવામાં આવશે.

રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે ચૂંટણી સ્ટાફના લાંબા સમયગાળાની ફરજ અને તેમને બીજા દિવસે મૂળ ફરજીઓમાં હાજરી આપવી મુશ્કેલ રહે તે બાબતને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો મતદાનના બીજા દિવસે તેઓ તેમની મૂળ ફરજીઓ પર હાજર રહી ન શકે તો તે દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ ફરજી ખાતે હાજર થવાનું રહેશે નહીં.

આ સૂચના ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને ધરા નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં જારી કરવામાં આવી છે. જ્યાં પુન: મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ આ જ સૂચનાઓ લાગુ પડશે. આ સમયગાળા માટે કોઈ વધારાનું ભથ્થું આપવાનું રહેશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આયોગના આ પગલાથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને વધારાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેમની હાજરીની વ્યવસ્થા સ્પષ્ટ રહે તેની ખાતરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *