સડક પીપળિયા ગામે ફાયરિંગ કરનાર ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે વાડીમાંથી ધરપકડ, પિસ્તોલ કબજે

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસે પુર્વ…

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં તાજેતરમાં ખેતરમાં બકરા ચરાવવા અને પાકને નુકસાન પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલા ચકચારી સશસ્ત્ર મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં પોલીસે પુર્વ ધારાસભ્ય મહિપતસિંહ નાં પૌત્ર તથા નાસતા ફરતા મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને નાટકીય રીતે તેનીજ વાડીમાંથી ઝડપી લીધો હતો. તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 3 ઓક્ટોબરની રાત્રે 10:30 થી 10:45 વાગ્યાના સુમારે સડક-પીપળીયા ગામની સીમમાં આ દિલધડક ઘટના બની હતી. ખેતરમાં બકરાઓ દ્વારા પાકને નુકસાન થવાના મુદ્દે શરૂૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધો હતો. આ તકે ઉશ્કેરાયેલા શખ્સો દ્વારા લાકડીઓ અને લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વિસ્તારમાં દહેશત ફેલાવવાના હેતુથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હોવાનો આક્ષેપ છે.

બનાવની ગંભીરતા જોતાં ગોંડલ તાલુકા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ ત્વરિત એક્શનમાં આવી હતી. પોલીસે અગાઉ કડક કાર્યવાહી કરીને ચાર આરોપીઓકરણ સુનિયા બામણીયા (રહે. વરજર, ભાભરા, અલીરાજપુર), અરમાન મયુદ્દીન હોથી (રહે. શાપર-વેરાવળ), સમીર કાસમ વિસળ (રહે. હડમતીયા, ભેસાણ, જૂનાગઢ) અને એક બાળ આરોપી સહિતના શખ્સોને દબોચી લીધા હતા. ગુનાની વાસ્તવિકતા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસે પકડાયેલા આરોપીઓને સડક-પીપળીયા ગામની સીમમાં ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું ઝીણવટપૂર્વક રિક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં કોણે ક્યાંથી હુમલો કર્યો અને કઈ રીતે ફાયરિંગ થયું તેની કડીઓ મેળવવામાં આવી હતી.

આ પ્રકરણમાં અગાઉ પકડવાના બાકી રહેલા આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. રીબડા) અંગે રાજકોટ ગ્રામ્ય કઈઇ ટીમને ખાનગી હકીકત મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગઈ કાલે તેને રીબડા ખાતે આવેલી તેની વાડીએથી ઝડપી પાડી કાયદેસરની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સો અંગે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. ધ્રુવરાજસિંહની નાટકીય ઢબે તેનીજ વાડીમાંથી ધરપકડ કરવામાં આવતા આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ધ્રુવરાજસિંહ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ત્રણ રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *