દિલ્હીમાં આજે સીજેપીના વિરોધ પ્રદર્શનને લઈને હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળવા છતાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકત્ર થવા લાગ્યા છે. પોલીસે યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત 600 સમર્થકોને કસ્ટડીમાં લીધા છે.
આ દરમિયાન CJPના સ્થાપક અભિજીત ડિપકે પણ દિલ્હી માટે રવાના થયાં હતાં. પરંતુ વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અભિજિત દીપકે સહિત રાંકા, અને સૌરભ સહિતના સીજેપી નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. . તેમણે કહ્યું- “આ તાકાત નહીં, ડરની નિશાની છે.” દરમિયાન, જંતર-મંતર પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે અને આ વિસ્તારોમાંથી પ્રદર્શનકારીઓને હટાવવામાં આવી રહ્યા છે. અનેક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી જેવી સ્થિતિ જોવા મળી. તેમને રોકવા માટે રસ્તાઓ પર ખીલાઓ લગાવી દેવામાં આવ્યા છે.
VIDEO | Delhi: Security tightened ahead of CJP protest at Jantar Mantar, police detain protesters.
Visuals from Connaught Place.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/aVkSSQalUD
— Press Trust of India (@PTI_News) October 10, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગઈકાલે દિલ્હી મેટ્રોના ૪૫ સ્ટેશનોના ગેટ બંધ કરવામાં આવ્યા હતા અને તે આજે સાંજે ૬ વાગ્યા સુધી બંધ રહેશે; DMRCએ આ અંગે સૂચના જારી કરી છે.
#WATCH | Delhi: Security forces detain protesters, including several content creators, in Dhaula Kuan ahead of the CJP protest. pic.twitter.com/lj8GMlNXtO
— ANI (@ANI) October 10, 2026
યુટ્યુબર ધ્રુવ રાઠીની ગુરુગ્રામમાં અટકાયત કરવામાં આવી છે. પોલીસે સવારે ૮ વાગ્યે આ કાર્યવાહી કરી હતી. જોકે, તેમની અટકાયતનું ચોક્કસ કારણ અને આ બાબતની વિગતો હજુ સ્પષ્ટ નથી. ગુરુવારે, ધ્રુવ રાઠીએ બેંગલુરુમાં SIR વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે પોલીસે આ કાર્યવાહી શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે નિર્ધારિત ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના વિરોધ પ્રદર્શન પહેલાં કરી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે, શુક્રવારે ધ્રુવ રાઠીએ CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાવા અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી; કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે લોકોને જંતર-મંતર આવીને પ્રદર્શનમાં ભાગ લેવાની અપીલ કરી હતી.
