UPI ચાર્જ 1 જાન્યુ. સુધી મુલત્વી રહી શકે: મુક્તિ-મર્યાદામાં વધારો સંભવ

સંબંધિત પક્ષોને પૂરતો સમય મળી રહે અને તહેવારોમાં ખલેલ ન પડે તે જોવાશે UPI વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી,…

સંબંધિત પક્ષોને પૂરતો સમય મળી રહે અને તહેવારોમાં ખલેલ ન પડે તે જોવાશે

UPI વ્યવહારો માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફ્રેમવર્કના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી, 2027 સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. તહેવારોની મોસમ દરમિયાન વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને તૈયારી માટે પૂરતો સમય પૂરો પાડવા માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

નવા નિયમો હેઠળ પણ, નાના વેપારીઓ અને વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો માટે શૂન્ય MDR લાગુ રહેશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ખૂબ જ નજીવી ફી ડિજિટલ વ્યવહારોના જથ્થા પર નોંધપાત્ર અસર કરે તેવી અપેક્ષા નથી.

UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (ખઉછ) હવે 15 ઓક્ટોબરને બદલે 1 જાન્યુઆરી, 2027 થી લાગુ થવાની ધારણા છે. રૂૂા. 47 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને MDR માંથી મુક્તિ મળી શકે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ની આગેવાની હેઠળની UPI અને સર્વિસિસ સ્ટીયરિગ કમિટીના સભ્યોએ આજે MDR ના અમલીકરણની તારીખ તેમજ અન્ય ઘણા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NPCIઆગામી એક કે બે દિવસમાં MDR લાગુ કરવાની તારીખ નક્કી કરી શકે છે. નાણા મંત્રાલય સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ કહે છે કે વિવિધ વ્યવહારો માટે MDR દરો અને શ્રેણીઓ અંગે મૂંઝવણ છે, તેથી બેંકો, ચુકવણી એગ્રીગેટર્સ અને વેપારીઓને તૈયારી કરવા માટે વધુ સમયની જરૂૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *