પીએમ મોદીના પ્રયાસોથી ભારત આજે વિશ્ર્વગુરુ બનવા તરફ: જીતુ વાઘાણી

તા.07 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજ રોજ સેવા જ્યોતિ યાત્રા યોજાઈ…

તા.07 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજ રોજ સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે રેસકોર્સ મેદાન ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું.

આ અવસરે સભાને સંબોધતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થ નેતૃત્વમાં આપણો દેશ વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનએ દેશના વિકાસ માટે દિવસ-રાત જોયા વગર સતત મહેનત કરીને પોતાનું જીવનમા ભારતીના ચરણોમાં સમર્પિત કર્યું છે. તેમણે ગુજરાતની ધરતી પરથી સેવા અને સંવેદના સાથે સુશાસનની નવી રાહ ચીંધી છે. તેમણે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન તરીકે સતત 25 વર્ષ સુધી જનસેવાનો જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે, તેના પરિણામે ભારત આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે.

સેવા સંકલ્પ અભિયાનના આયોજન અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન માત્ર ઉજવણી નથી, પરંતુ સેવા સેતુ, મેડિકલ કેમ્પ, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા જનહિતકારી કાર્યો થકી જનતાની સેવા કરવાનો અનોખો મોકો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે પ્રજ્વલિત કરેલી સેવાની જ્યોત સમાજ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ છે. આપણે સૌએ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને ‘નેશન ફર્સ્ટ’ (રાષ્ટ્ર પ્રથમ) અને ‘મા ભારતી’ના કલ્યાણના ભાવ સાથે કાર્ય કરવું જોઈએ. 140 કરોડ ભારતીયો એકસૂત્રે બંધાઈને એક ડગલું આગળ વધશે, તો દેશ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ’નમો સેવા ગાથા – અનકહી કહાની’ નાટિકા પ્રસ્તુત કરી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાઈને જનસેવા, વિકાસ અને સુશાસનના સંકલ્પને વધુ મજબૂત બનાવીને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલભાઈ શુક્લાએ ઉપસ્થિત નાગરિકોને દેશના વિકાસ અને ’વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવા માટેના સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા. આ વેળાએ મહાનુભાવોએ સેવા જ્યોત પ્રજવલ્લિત કરીને ’સેવા જ્યોત સંકલ્પ યાત્રા’નો આરંભ કરાવ્યો હતો. વિશાળ જનમેદનીના ઉત્સાહ સાથે યોજાયેલી આ યાત્રા રેસકોર્સ મેદાન ખાતેથી શરૂૂ થઈને કૈલાસવાડી સર્કલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

આ તકે સાંસદ પરષોત્તમભાઈ રૂૂપાલા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય સર્વે ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ઉદયભાઈ કાનગડ, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ગોવિંદભાઈ પટેલ, માધવભાઈ દવે, અલ્પેશભાઈ ઢોલરીયા સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *