નવરાત્રી એટલે આસ્થા, ઉત્સાહ અને રાસ-ગરબાનો મહાપર્વ. ગુજરાત સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે થનગની રહ્યા છે. પરંતુ, આ ભક્તિભાવના માહોલ વચ્ચે એક નવો અને ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. આ નવરાત્રીમાં માત્ર ગરબાના તાલ જ નહીં, પરંતુ ગુપ્ત કેમેરા અને જીપીએસ (ૠઙજ) ટ્રેકર પણ એક્ટિવ થઈ ગયા છે. આ દિવસો દરમિયાન પ્રાઈવેટ ડિટેક્ટિવ્સ અને જાસૂસી એજન્સીઓની ડિમાન્ડમાં અચાનક 70 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આજના આધુનિક સમયમાં સંબંધોમાં અવિશ્વાસ અને સલામતીની ચિંતા સતત વધી રહી છે. ખાસ કરીને નવરાત્રીના નવ દિવસોમાં મોડી રાત સુધી ઘરની બહાર રહેવાની છૂટ મળતી હોવાથી, પાર્ટનરના અફેરની શંકા દૂર કરવા માટે લોકો જાસૂસોનો સહારો લઈ રહ્યા છે. પતિ કે પત્ની રાત્રે ગરબા રમવાના બહાને કોની સાથે ફરે છે અને ક્યાં જાય છે, તે જાણવા માટે એજન્સીઓને ખાસ કામ સોંપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સંતાનોની ગતિવિધિઓ અને મૂવમેન્ટ પર ચાંપતી નજર રાખવા માટે પણ ચિંતિત માતા-પિતા પ્રાઈવેટ ડિટેક્ટિવ્સની મદદ લઈ રહ્યા છે. નવરાત્રીના આ તહેવારમાં ખાનગી તપાસ એજન્સીઓ માટે આ સીઝન ’હાઇ ડિમાન્ડ’નો સમય બની ગઈ છે. સુરતમાં એજન્સીઓ દ્વારા 7 દિવસના પેકેજ માટે રૂૂ. 45,000 અને 10 દિવસના આખા નવરાત્રી પેકેજ માટે રૂૂ. 60,000 સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દૈનિક ધોરણે સર્વેલન્સ કરાવવા માટે પ્રતિ દિવસ આશરે રૂૂ. 7,000 સુધીનો ખર્ચ થાય છે.
અમદાવાદમાં ડિટેક્ટિવ્સ પાસે આ વર્ષે કેસોમાં 50%નો વધારો નોંધાયો છે, જ્યાં પ્રતિ રાઇડ/નાઇટ બેઝિક ચાર્જ રૂૂ. 4,500થી શરૂૂ થાય છે. આ ખર્ચમાં પાસ, ફૂડ, અને લોકેશનના અંતરના આધારે વધારો થતો હોય છે. અમદાવાદના વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર જાસૂસી કરવા માટે 24 જેટલા યુવક-યુવતીઓની ટીમો તૈનાત કરવામાં આવી છે.
ખાનગી એજન્સીઓ પાસે આવતા મોટાભાગના કેસ પાર્ટનરના અફેરની શંકા અથવા સગાઈ થઈ ગઈ હોય તેવા ફિયાન્સીની તપાસના હોય છે. નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી બહાર રહેવાના કારણે વર્તનમાં આવતા ફેરફારોને લીધે શંકા વધુ ઘેરી બને છે. એક ડિટેક્ટિવે ખુલાસો કર્યો હતો કે 2025ની નવરાત્રીમાં એક ગછઈં એ પોતાની પત્ની પર શંકા રાખીને તપાસ કરાવી હતી. તપાસના અંતે સામે આવ્યું કે તેની પત્નીનો અમદાવાદમાં જ અન્ય એક બીજો પરિવાર પણ હતો.
માત્ર શંકા જ નહીં, પણ વાલીઓ પોતાના 15થી 17 વર્ષના ટીનેજર સંતાનો ખોટી સંગતમાં ના પડે કે ડ્રગ્સ-ડ્રિંક્સના રવાડે ના ચડે તે માટે પણ ડિટેક્ટિવ્સ રોકી રહ્યા છે. સામાન્ય દિવસોમાં મહિને સરેરાશ 2 કેસ આવતા હોય છે, જ્યારે ચાલુ નવરાત્રીમાં જ 3થી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે. પોલીસ અને ’શી ટીમ’ તૈનાત હોવા છતાં, ગરબા ગ્રાઉન્ડ્સ પરની ભીડમાં અંગત સુરક્ષા માટે વાલીઓ ખાનગી એજન્સીઓ પર પસંદગી ઉતારી રહ્યા છે. ગરબાના બહાને યુવતીઓને ટ્રેપ કરવા અને તેમનું શોષણ કરવા જેવા બનાવોથી બચવા માટે પેરેન્ટ્સ પહેલેથી સાવચેત થઈ રહ્યા છે. ગ્રાહકની જરૂૂરિયાત મુજબ વાહનોની હિલચાલ પર નજર રાખવા માટે ગાડીઓમાં ૠઙજ આધારિત ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે. જેનાથી વ્યક્તિ કાર લઈને કયા સ્થળે જાય છે અને કેટલો સમય રોકાય છે તેનું રીયલ-ટાઇમ લોકેશન ટ્રેકિંગ ક્લાયન્ટને સીધું મળી રહે છે. ખાસ કરીને યુવતીઓની સુરક્ષા અને વોચ માટે એજન્સીઓ દ્વારા ફીમેલ ડિટેક્ટિવ્સ અને મહિલા ઇન્વેસ્ટિગેટર્સની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ મહિલા ડિટેક્ટિવ્સ પોતે પણ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબા રમતી રમતી દીકરીઓ પર વોચ રાખે છે.
આ ટીમો સામાન્ય રીતે કોઈના અંગત જીવનમાં દખલ કરતી નથી, પરંતુ જો સુરક્ષા સામે કોઈ જોખમ જણાય કે પરિસ્થિતિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક વાલીઓને જાણ કરે છે અને જરૂૂર પડ્યે જાતે વચ્ચે પડે છે. જાસૂસી શરૂૂ કરતા પહેલા ડિટેક્ટિવ ટીમ સંબંધિત વ્યક્તિના વાહનની માહિતી, ઘરનું સરનામું, ગરબા સ્થળ અને ખાસ તો તેણે પહેરેલા કપડાંની માહિતી મેળવે છે. આ ડેટા મેળવ્યા બાદ ટીમ તેને ફોલો કરે છે. વોચ દરમિયાન એકત્રિત કરાયેલા ફોટોગ્રાફ્સ, ઓડિયો, વીડિયો અને લોકેશન ડેટા એકત્ર કરી ક્લાયન્ટને ગોપનીય રિપોર્ટ સ્વરૂૂપે સોંપવામાં આવે છે.
ચણિયાચોળીમાં હાઇટેક ગેજેટ્સ અને પાવર બેંક કેમેરાનો ઉપયોગ
પરંપરાગત ફિઝિકલ વોચ ઉપરાંત હવે હાઇટેક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. ચણિયાચોળી જેવા ભારે ટ્રેડિશનલ પરિધાનમાં કોઈન સાઇઝ લોકેશન ટ્રેકર જેવા નાના ઉપકરણો પણ છુપાવી દેવામાં આવે છે. આ સિવાય સામાન્ય દેખાતી પાવર બેંકમાં છુપાયેલા ગુપ્ત કેમેરા, પેન ડ્રાઇવ જેવા દેખાતા વોઇસ રેકોર્ડર અને કપડાં પર લગાવી શકાય તેવા નાના બટન કેમેરાથી ગુપ્ત નજર રાખવામાં આવે છે. આ સાધનોના કારણે સામેવાળી વ્યક્તિને ખબર પણ પડતી નથી કે તેના પર નજર રખાઈ રહી છે.
પ્રાઇવસી અને કાયદાકીય મર્યાદાઓ
ટેક્નોલોજી દ્વારા ખાનગી સર્વેલન્સ સુલભ બન્યું છે પરંતુ કોઈપણ વ્યક્તિની જાણ કે સંમતિ વગર તેનો અવાજ, વીડિયો કે લોકેશન ટ્રેક કરવું એ પ્રાઇવસી અને કાયદાકીય રીતે અત્યંત સંવેદનશીલ બાબત છે. તેથી જ સર્વેલન્સ માટે વપરાતા કોઈપણ ઉપકરણ કે પદ્ધતિનો ઉપયોગ ગોપનીયતાના કાયદાકીય નિયમોને ધ્યાનમાં રાખીને થવો અનિવાર્ય છે.
