ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નોર્થમ્પ્ટનશાયર તરફથી મિડલસેક્સ સામે લોર્ડ્સમાં રમી હતી. ચહલની રેડ બોલ ક્રિકેટની સફર 2009માં હરિયાણા તરફથી શરૂૂ થઈ હતી. તેણે કુલ 49 ફર્સ્ટ ક્લાસ મેચમાં 148 વિકેટ ઝડપી હતી, જેમાં છ વખત પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે.ચહલે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે પોતાના અધૂરા ટેસ્ટ સપનાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે ટેસ્ટ કેપ મેળવવી વર્ષોથી તેનું સપનું હતું, પરંતુ તે પૂર્ણ થઈ શક્યું નહીં.
તેમ છતાં, તેણે પોતાની સફર અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. 36 વર્ષીય ચહલે તાજેતરની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોર્થમ્પ્ટનશાયર માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2026ની સીઝનમાં પાંચ મેચમાં 21 વિકેટ ઝડપી હતી, જેમાં એક મેચમાં નવ વિકેટનો પણ સમાવેશ થાય છે. ચહલ ભારત માટે ક્યારેય ટેસ્ટ મેચ રમી શક્યો નથી. જોકે, તેણે ટીમ ઈન્ડિયા માટે 72 વનડે અને 80 ઝ20ઈં મેચ રમી છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ઝ20ઈં હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ ચહલ સંપૂર્ણપણે ક્રિકેટથી દૂર થવાનો નથી.
