શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો

ચોમાસામાં અપુરતા વરસાદથી વર્ષ નબળું પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ જબરૂૂ ગાબડું પડ્યું છે. જો કે, તેની…

ચોમાસામાં અપુરતા વરસાદથી વર્ષ નબળું પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ જબરૂૂ ગાબડું પડ્યું છે. જો કે, તેની પાછળ અન્ય કોઈ કારણ નથી પરંતુ ભાદરવા મહિનો અને શ્રાદ્ધ પક્ષની અસર વર્તાઈ છે. શ્રાદ્ધ પક્ષના કારણે છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેરમાં મિલકતની લે-વેચમાં 15 ટકા અને જિલ્લામાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મિલકત નોંધણી માટે રાજકોટ શહેરમાં આઠ અને જિલ્લામાં 10 સબ રજિસ્ટ્રાર કચેરી આવેલી છે. તેમાં ગત ઓગસ્ટ મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14,453 દસ્તાવેજો નોંધાયા હતા. તેની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં માત્ર 12,528 દસ્તાવેજ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં સરેરાશ 13-14 હજાર દસ્તાવેજની દર મહિને નોંધણી થાય છે, આ વખતે ગત તા. 1 થી ભાદરવા મહિનાનો પ્રારંભ થયો હોવાથી જમીન-મકાનમાં મંદીનો માહોલ ફૂંકાયો છે. જ્યારે જિલ્લામાં ગોંડલમાં 1067, લોધિકામાં 905, કોટડા સાંગાણીમાં 472, વિંછીયામાં 89, પડધરીમાં 211, જામકંડોરણામાં 87, જેતપુરમાં 638, ઉપલેટામાં 436, ધોરાજીમાં 280 અને જસદણમાં 371 દસ્તાવેજ નોંધાયા છે. રાજકોટ શહેરની 8 માંથી 7 ઓફિસમાં દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં કુલ 8,408 દસ્તાવેજ નોંધાયા હતા. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 7,928 દસ્તાવેજ નોંધાયા છે એટલે કે, એક મહિનામાં 1,480 દસ્તાવેજ ઓછા નોંધાતા સરકારી તંત્રને કરોડો રૂૂપિયાની આવકમાં ગાબડું પડ્યું છે.

માત્ર રાજકોટ તાલુકામાં 11.71% નો વધારો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, રાજકોટ તાલુકામાં માત્ર ખેતીના દસ્તાવેજોની નોંધણી થાય છે એટલે કે, રાજકોટ આસપાસમાં ખેતીની જમીનમાં મોટાપાયે સોદા થયા છે. મોરબી રોડ ઉપર એક મહિનામાં 701 દસ્તાવેજ ઓછા નોંધાયા છે. શહેરમાં આઠમાંથી એકમાત્ર રાજકોટ તાલુકામાં ખેતીના દસ્તાવેજોમાં 12 ટકાનો વધારો નોંધાયોરાજકોટ જિલ્લામાં સરેરાશ 13-14 હજાર દસ્તાવેજો દર મહિને નોંધાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *