ભાડૂઆત કાયદા સાથે વકીલોનો મોરચો, રાજ્યભરમાં હડતાલ શરૂ

ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબિલ 2026 સામે રાજ્યભરમાં વકીલોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે ગઇકાલે અમદાવાદના વકીલોએ સામન્યસભા યોજી નાગરિકોના હક્ક પર હુમલો અને…

ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબિલ 2026 સામે રાજ્યભરમાં વકીલોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે ગઇકાલે અમદાવાદના વકીલોએ સામન્યસભા યોજી નાગરિકોના હક્ક પર હુમલો અને ન્યાયતંત્રની ભૂમિકા નબડી પડશે. તેવો આરોપ લગાવી સરકાર બીલ પાછુ નહીં ખેંચે કે સુધારા નહીં કરે તો 3 ઓકટોબર સુધી કોર્ટ કાર્યવાહીનો બહીષ્કાર કરવાની ચીમકી આપી હતી. જેને પગલે રાજકોટ બાર એસો. દ્વારા આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યુ હતું અને સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબીલ 2026 સામે નારાજગી વ્યકત કરી આગામી શનિવારે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહી હડતાલનું એલાન કર્યુ છે.

ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબિલ 2026 સામે રાજ્યભરમાં વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે વકીલોનું માનવુ છે કે, આ બીલ નાગરિકોના હક્ક અને હિત વિરૂધ્ધ છે તે બાંધારીણય રક્ષણને નબળુ પાડશે અને ન્યાયતંત્રની ભૂમિકાને ઘટાડીને કાર્ય વહીવટીતંત્ર અને અમલદારશાહી તરફ ખસેડશે વકીલોએ બીલને નાગરિકોના અધિકારો માટે ખતરો ગણાવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબીલ 2026 સામે ગઇકાલે અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના કમ્પાઉન્ડમાં બાર એસોસિયેશનોની સંયુક્ત વિશેષ સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન, અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ બાર એસોસિયેશન અને અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિયેશનના પ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ વકીલો, બાર સભ્યો અને બાર કાઉન્સિલ ઑફ ગુજરાતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આંદોલનના ભાગરૂૂપે બાર એસોસિયેશનો નાગરિકોને જાગૃત કરશે, મુખ્યમંત્રી, કાયદા મંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરશે અને મીડિયા દ્વારા જનજાગૃતિ ફેલાવશે. જો સરકાર બિલ પાછું ન ખેંચે કે તેમાં સુધારો ન કરે તો તમામ કોર્ટ કાર્ય 3 ઑક્ટોબર 2026 સુધી બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રસ્તાવિત આંદોલનમાં કોર્ટ પરિસરમાં પ્રવેશ પર નિયંત્રણ, પ્રદર્શન અને ઉપવાસનો પણ સમાવેશ થશે. વકીલ સમુદાયનું કહેવું છે કે ભાડા સંબંધિત વિવાદોમાં ન્યાયિક સમીક્ષાની જગ્યા ઘટાડવામાં આવે તો સામાન્ય નાગરિકોને નુકસાન થશે. તેથી સરકારે બિલ પર પુનર્વિચાર કરવો જોઈએ. બાર એસોસિયેશનોએ સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર તેમની માંગ સ્વીકારે અને બિલ પાછું ખેંચે કે જરૂૂરી સુધારા કરે તો જ આંદોલન પાછું ખેંચવામાં આવશે. નહીં તો કોર્ટ કાર્યના બહિષ્કાર સાથે જનઆંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *