શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા શિવપરામાં રિસામણે બેઠેલી પરિણીતાના ઘરે તેની સહેલીઓ અવારનવાર બેસવા માટે આવતી હતી જે અંગે પાડોશી દ્વારા ખોટી શંકા કરવામાં આવતા પરિણીતાએ એસિડ પી લીધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ ઉપર બ્રહ્મા સમાજ ચોક પાસે આવેલા શીવપરામાં રહેતી બસુરાબેન રજાકભાઈ સૈયદ નામની 22 વર્ષની પરિણીતા રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. કપ્રાથમિક પૂછપરછમાં બસીરાબેન સૈયદના પતિ જામનગર રહે છે અને તેને અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા બસીરાબેન હાલ પિતાના ઘરે રહે છે બસીરાબેનની સહેલીઓ અવારનવાર ઘરે બેસવા અને મળવા માટે આવતી હતી જે અંગે પાડોશીએ બસીરાબેન પર ખોટી શંકાઓ કરતા બસીરાબેને એસિડ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં દૂધસાગર રોડ ઉપર આવેલા શિવાજીનગરમાં રહેતા હિતેશ અરજણભાઈ બાંભણીયા નામના 30 વર્ષના યુવાને ત્રણ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે હતો ત્યારે જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
