સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા એક મહત્વના નિર્ણયના ભાગરૂૂપે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે નિયુકત કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. જેથી હવે વધુ એક મહિલા જજ સુપ્રીમ કોર્ટમાં પહોંચવાના સંજોગો ઉભા થયા છે.
સર્વોચ્ચ અદાલતના કોલેજિયમ દ્વારા કુલ ત્રણ હાઇકોર્ટ જસ્ટિસને સુપ્રીમ કોર્ટમાં નિમવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરતું જાહેરનામું બહાર પાડવાનું હોય છે. કોલેજીયમ દ્વારા અન્ય બે જસ્ટિસની ભલામણ કરવામાં આવી છે, તેમાં દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના અપ્રેશ કુમાર સિંહના નામોની પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે ભલામણ કરાઈ છે. ત્રણેય જસ્ટિસ પૈકી સુનિતા અગ્રવાલ અને દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયની પેરેન્ટ હાઇકોર્ટ અલ્હાબાદ તેમજ એપ્રેશ કુમાર સિંહની પેરેન્ટ હાઇકોર્ટ ઝારખંડ હાઇકોર્ટ છે.
અત્રે યાદ રહે હાલ સુપ્રીમ કોર્ટમાં બી.વી.નાગરત્ના અને વી. મોહના સુપ્રીમકોર્ટનાં મહિલા જસ્ટિસ તરીકેનું પ્રતિષ્ઠાભર્યું બહુમાન ધરાવે છે. તેમાં સરકારના જાહેરનામાના પગલે જસ્ટિસ સુનિતા અગ્રવાલનો ઉમેરો થવા સાથે મહિલા જસ્ટીસની સંખ્યા ત્રણ થશે. એ પણ ઉલ્લેખનીય છે કે, સુનિતા રોજ થયો હતો, તેમણે 1986મા લવના અગ્રવાલનો જન્મ 30 એપ્રિલ 1966ના યુનિવર્સિટીમાંથી બીએસસીની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક(એલએલબી)ની પદવી પ્રાપ્ત કરી હતી. 16 ડિસેમ્બર 1990ના
એડવોકેટ તરીકે નોંધણી બાદ તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં દિવાની, રિટ, સેવા વિષયક બાબતો, જમીન સંપાદન, મૂળ અધિકારક્ષેત્ર, કોમર્શીયલ વિવાદના કેસોને લગતી પ્રેક્ટિસ કરી હતી. 21 નવેમ્બર 2011ના રોજ તેમની અલ્હાબાદ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે થઈ હતી, બાદમાં તેઓ 6 નિમણૂંક 2013ના રોજ કાયમી જજ તરીકે નિયુક્તિ પાણી સેવા આપ્યા પામ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટમાં 12 બાદ, જસ્ટિસ સુનિતા અગ્રવાલની 23 જુલાઈ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો જન્મ 30 એપ્રિલ 1966ના રોજ થયો હતો.
તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી 1986માં બીએસસીની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ અવધ યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતક (એલએલ.બી.)ની પદવી પ્રાપ્ત કરી 16 ડિસેમ્બર 1990ના
એડવોકેટ તરીકે નોંધણી બાદ તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં દિવાની, રિટ, સેવા વિષયક બાબતો, જમીન સંપાદન, મૂળ અધિકારક્ષેત્ર, કોમર્શીયલ વિવાદના કેસોને લગતી પ્રેક્ટિસ કરી હતી. 21 નવેમ્બર 2011ના રોજ તેમની અલ્હાબાદ હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે થઈ હતી, બાદમાં તેઓ 2013ના રોજ કાયમી જજ તરીકે નિયુક્તિ પામ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટ બાદ, જસ્ટિસ સુનિતા અગ્રવાલની 23 જુલાઈ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
