જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં તા. 17ના રોજ કબૂતર ઉડાવવા દરમિયાન વીજ કરંટ લાગતાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવરાજ લખનભાઈ વડાણિયા (ઉ.વ. 9)નું સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ, ગોકુલનગર, પાણાખાન, શેરી નં. 5માં રહેતો યુવરાજ વડાણિયા તા. 17ના સવારે આશરે 11 વાગ્યે પોતાના રહેણાંક મકાન નજીક કબૂતર ઉડાડવા ગયો હતો. દરમિયાન નજીકથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ સમયે તેની સાથે રહેલા વિરાટ કુડેચાને પણ વીજ આંચકો લાગ્યો હતો.
બનાવની જાણ થતાં બંનેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તા. 18ના રોજ બંને બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયાબાદ સારવાર દરમિયાન યુવરાજની તબિયત ગંભીર બનતાં આખરે તેનું ગઈકાલે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં બે બાળકો પૈકી એક એવા 9 વર્ષના યુવરાજનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે, જ્યારે અન્ય બાળક વિરાટ કુડેચાની સારવાર હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના 44 વર્ષીય હસમુખભાઈ કણઝારિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સુરેશભાઈ ખાણધરના શેઢા પાસે તેમણે સિંચાઈ માટે જમીનમાં દાટેલી પાઇપલાઇન રિપેર કરવા જતાં પ્રદીપભાઈ ખાણધરે જી.જે.-01-ડી.વાય.-0114 નંબરની બોલેરો પીકઅપ લાવી તેમની જી.જે.-10-ડી.બી.-8411 નંબરની મોટરસાઇકલ પર ચડાવી દીધી હતી.
ત્યારબાદ અન્ય બે મદદગારો સહિત ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આ બનાવમાં મોટરસાઇકલને આશરે રૂૂ.8 હજાર અને પાણીની પાઇપલાઇનને આશરે રૂૂ.2 હજારનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. જામજોધપુર પોલીસે પ્રદીપભાઈ ખાણધર, સુરેશભાઈ ખાણધર અને ગોપાલભાઈ ખાણધર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
