સેન્સેક્સ 1179, ચાંદી રૂા.8500 અને સોનું રૂા.4000 નીચે, ક્રુડ 107 ડોલરને પાર
આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. એક બાજુ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડા પડ્યા હતા તો બીજી બાજુ સોના અને ચાંદીના ભાવમાં પણ આજે કડાકો બોલી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતા તેમજ ક્રૂડનો ભાવ ફરી 107 ડોલરે પહોંચી જતા શેર બજાર થી લઇ કોમોડિટીમાં રોકાણકારોના અબજો રૂૂપિયા ધોવાયા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ પાછલા શુક્રવારના બંધ સ્તર 73,895 સામે ઘટીને 73,734 પર ખુલીને 1179 અંક તુટીને 52 અઠવાડીયાના તળીયે 72716 સુધી ટ્રેડ થયો હતો. આ જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ગત બંધ 23,140 સામે ઘટીને 23031 પર ઓપન થયો હતો અને એક જ ઝાટકે 23,000 ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે ગગડી ગયો હતો, જે 325 પોઇન્ટના ઘટાડા સાથે 22,835 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારમાં પ્રવર્તેલી આ મંદીને કારણે લાર્જ કેપથી લઈને સ્મોલકેપ સુધીના તમામ શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. ઇજઊ ના લાર્જ કેપ સેગમેન્ટના તમામ 30 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ખાસ કરીને HDFC Bank (1.90%), Kotak Bank (1.80%), SBI (1.60%), HUL (1.58%), Trent (1.56%), Bajaj Finance (1.40%), Reliance (1.35%) ICICI Bank (1.34%) ના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ ઇન્ડેક્સ 1.60% અને IT ઇન્ડેક્સ 1.10% ગગડ્યા હતા. આ કડાકાને કારણે રોકાણકારોના રૂૂ. 6 લાખ કરોડથી વધુ ડૂબી ગયા છે.
શેરબજારમાં આવેલા આ અચાનક ભૂચાલ પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય જવાબદાર છે. અમેરિકા-ઈરાન શાંતિ વાર્તામાં ગતિરોધ યથાવત છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની પ્રસ્તાવને ફગાવી દેવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમતો ભડકે બળી રહી છે. આ ઉપરાંત, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા સતત કરવામાં આવી રહેલી જંગી વેચવાલી (શુક્રવારે રૂૂ. 3,600 કરોડથી વધુનું વેચાણ) ને કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી નરમાઈ અને વૈશ્વિક આર્થિક પરિબળોની સીધી અસર સ્થાનિક વાયદા બજાર પર જોવા મળી છે, જેના કારણે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી નીકળી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર વાયદાના સોનામાં ગત સત્રનો બંધ ભાવ રૂૂ. 153277 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ 150399 પર ખુલીને મોટો ઘટાડો દર્શાવ્યો હતો. બજાર ખુલ્યા બાદ પણ સોનું નીચામાં 150224 સુધી ગયું હતું. સમાચાર લખાાવા સુધીમાં સોનું રૂૂ. 150517 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં આશરે 1.80% (રૂૂ. 2760) ના ઘટાડાને દર્શાવે છે. જોકે સોનામાં આજે 3053થી વધુનો કુલ કડાકો બોલાઈ ગયો હતો. જોકે પછીથી તેમાં સામાન્ય રિકવરી જોવા મી હતી.
સોનાની પાછળ ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખઈડ પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો ગત બંધ ભાવ રૂૂ. 234696 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ રૂૂ. 232300 પર ખુલી હતી. કારોબાર દરમિયાન ચાંદી ઘટીને નીચામાં રૂૂ. 228035 ના સ્તરે પહોંચી ગઈ હતી. હાલમાં ચાંદી રૂૂ. 228783 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે, જે અગાઉના બંધ ભાવ સામે અંદાજે 2.52% (રૂૂ. 5913) ના મોટા ઘટાડાને દર્શાવે છે. જોકે આજે ચાંદી કુલ 6661 રૂૂપિયા જેટલી તૂટી ગઇ હતી.જેમાં પછીથી થોડીક રિકવરી દેખાઈ હતી.
રોકાણકારોના 7.5 લાખ કરોડ સ્વાહા
વૈશ્વિક પરિબળોની અસરે આજે જંગી વેચવાલીથી શેરબજારમાં રોકાણકારોને ભારે નુકશાન થયું છે. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 7.5 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપીટલાઇઝેશનમાં ઘટાડો જોવા મળતા કુલ માર્કેટ કેપ 476 લાખ કરોડ પહોંચી ગયું હતું. આજે સેન્સેકસની ઇન્ફોસીસ સીવાયની બધી કંપનીઓના શેર તુટયા હતા.
