મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓની વિશ્વસનીયતા ઘટાડવાનો પ્રયાસ કરે છે.
ભાજપના રાજ્ય મુખ્યાલય કમલમમાં પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા છે. ચૂંટણી પંચને પૂરી સ્વાયત્તતા છે. જેમણે પોતાના શાસનકાળમાં પંચની સ્વાયત્તતા નબળી પાડી, તે જ આજે પારદર્શક રીતે કામ કરતા પંચ પર આંગળી ચીંધે છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને વિરોધ પક્ષોના આક્ષેપો ખોટા છે. લોકશાહીની તાકાત માત્ર ચૂંટણી યોજવામાં નથી, પણ દરેક હકદાર નાગરિકનું નામ મતદાર યાદીમાં હોય અને તે મત આપી શકે તેમાં છે. નવા મતદારો માટે ફોર્મ નંબર 6 મહત્ત્વનું છે. સુપ્રીમ કોર્ટે પણ તેને યોગ્ય ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે એસઆઈઆરની વિશેષ પ્રક્રિયા અને સામાન્ય મતદાર નોંધણીને એક સમાન ન ગણાય. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે દેશના વિવિધ ભાગોમાં એસઆઈઆર ચાલે છે અને હકદારને મતાધિકારથી વંચિત ન રાખવાની કાળજી લેવાય છે. તેમણે કહ્યું કે પંચમાં મતભેદની વાત સાવ ખોટી છે. ત્રણેય કમિશનરોએ કહ્યું છે કે એસઆઈઆર અંગેના બધા નિર્ણયો સર્વસંમતિથી થયા છે. આ સ્પષ્ટતા જ બતાવે છે કે રાહુલ ગાંધી અને સાથીઓ જાહેરમાં ટકી રહેવા ખોટા ગિમિક કરે છે.
મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર બેવડા માપદંડનો આરોપ મૂક્યો. કહ્યું કે જીતે ત્યારે લોકશાહી અને પંચની નિષ્પક્ષતાની વાત કરે, હારે ત્યારે વોટ ચોરી અને ગેરરીતિની વાત કરે. કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદી અને ભાજપની સફળતા સહન ન કરી શકે, તેથી બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું કે દેશની જનતા સમજદાર છે. એસઆઈઆરના મામલે કોંગ્રેસે ઊભો કરેલો હોબાળો તેને જ નુકસાન કરશે. 140 કરોડ લોકો આ કાવતરું સફળ થવા નહીં દે.
પંચની સ્પષ્ટતા બાદ રાહુલ અને કોંગ્રેસના જુઠાણાનો સંપૂર્ણ પર્દાફાશ : વિશ્ર્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશની સ્વાયત્ત બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્પનિક અને તથ્યહીન લેખને આધાર બનાવી બેબુનિયાદ સવાલો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો અને જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6 ના મૂળ સ્વરૂૂપમાં SIR દરમિયાન કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે SIR દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે. તેમજ ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ઋજ્ઞળિ-6 સાથે લેવામાં આવતી Declaration એટલે કે તેમાં અરજદાર પોતે/માતા-પિતા/દાદા-દાદી અગાઉની જઈંછની મતદાર યાદીમાં હતા કે નહીં તે અંગે વિગતો આપવાની વ્યવસ્થાને પણ સુપ્રીમ કોર્ટે માન્યતા આપી છે. વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોના સંયુક્ત પ્રેસ નિવેદન દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. કોંગ્રેસે ચૂંટણી કમિશનરો પર આંતરિક મતભેદનો જે આક્ષેપ કર્યો હતો તે સંપૂર્ણપણે મનઘડત સાબિત થયો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ જૂઠાણાની ફેક્ટરી બની ચૂક્યા છે. સુનિયોજિત ષડયંત્ર હેઠળ ફેક નેરેટિવ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકોસિસ્ટમનું મુખ્ય કામ બની ગયું છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પહેલા પોતાની હારનું EVM ઊટખ પર ફોડતી, પછી SIRને દોષ દીધો ને હવે ચૂંટણી પંચ ઉપર નિરાધાર-ખોટા આક્ષેપો કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે હવે જનતાની વચ્ચે જવાનો મુદ્દો નથી, એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને નિશાન બનાવી ફેક નેરેટિવ ઊભો કરવામાં આવી રહ્યો છે.
