કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન અચાનક એક બેકાબૂ કાર લોકોની ભીડમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. વિસર્જન માટે જઈ રહેલા લોકોમાં કાર ઘૂસી જતાં કુલ 8 લોકો અડફેટે આવ્યા હોવાનું પોલીસ દ્વારાજણાવાયું છે. ઘટનાને પગલે ઘોઘલા વિસ્તારમાં ચકચાર મચીગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ઘોઘલા ગામમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને મોટી સંખ્યા માં લોકો વિસર્જનના જુલુસમાં જોડાયા હતા. આ દરમિયાન એક કાર અચાનક બેકાબૂ બની વિસર્જન માટે જઈ રહેલી ભીડ તરફ ધસી આવી હતી. કારની અડફેટે આવતાં કુલ 8 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસતાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
સમગ્ર ઘટનાને લઈને દીવના એસપી રામ કૃષ્ણ ચરણની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કારચાલક નશાની હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રાજપરા ગામના એભા ચાવડા નામના આધેડ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનામાં કારચાલકને પણ ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સારવાર અપાયા બાદ તેને ઘોઘલા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા કારચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગેની વિગતો મેળવવા માં આવી રહી છે.
ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ગંભીર ઘટનાને લઈને ઘોઘલા પોલીસે કારચાલક વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. કારચાલક નશામાં હતો કે કેમ તે સહિતના મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સાક્ષીઓના નિવેદનો સહિત અન્ય વિગતો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગણેશ વિસર્જન જેવા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ત્યારે બેકાબૂ કાર ભીડમાં ઘૂસી જતાં ઘટનાએ ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. હવે પોલીસની તપાસમાં અકસ્માત પાછળના ચોક્કસ કારણો અને કારચાલકની સ્થિતિ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે અકસ્માત માં ઇજા ગ્રસ્ત લોકો ને દીવ અને ઉના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
