2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી

ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના…

ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના એશિયન ગેમ્સ કતારના દોહામાં અને 2034ના એશિયન ગેમ્સ સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નરાસન અને રમતગમત વિભાગના સેક્રેટરી રાહુલ કુમાર જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના ભાગ રૂૂપે હાજર છે અને આયોજનના વિવિધ પાસાંઓનો અભ્યાસ કરી રહ્યા છે.

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ઓસીએને ઔપચારિક રસદર્શન પત્ર મોકલવામાં આવ્યો છે. 2030 અને 2034ની આવૃત્તિઓ પહેલેથી જ યજમાન શહેરોને ફાળવવામાં આવી ચૂકી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર અમદાવાદને 2038ના એશિયન ગેમ્સનું યજમાન શહેર તરીકે પસંદ થવાની આશા રાખે છે, કારણ કે ત્યાં સુધી શહેર પાસે મજબૂત માળખું અને આંતરરાષ્ટ્રીય બહુ-રમત ઇવેન્ટ યોજવાની ક્ષમતા હશે.

નારણપુરામાં આશરે 825 કરોડ રૂૂપિયાના ખર્ચે બનેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ કેટલીક રમતો માટે આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ ધરાવે છે. ગુજરાત અને કેન્દ્ર સરકારે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયાને ઔપચારિક રસદર્શન પત્ર મોકલ્યો છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક બિડની તૈયારી સાથે શહેરનું માળખું મજબૂત બનાવાઈ રહ્યું. રાજ્ય સરકાર 2030ના કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં અન્ય પ્રોજેક્ટ્સ પણ અમલમાં મૂકી રહી છે.

કોમનવેલ્થ-ઓલિમ્પિક બાદ એશિયન ગેમ્સ તરફ નજર
અમદાવાદ પહેલેથી કેટલીક આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓ યોજી ચૂક્યું છે. 2030માં શહેર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને ભારતે 2036ના ઓલિમ્પિક માટે પણ ઔપચારિક બિડ કરી છે. રાજ્ય સરકાર અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજાય તેવી સકારાત્મક દૃષ્ટિ રાખે છે. 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિક બિડની તૈયારીમાં અમદાવાદમાં મોટું રમત માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં એક્વાટિક્સ સેન્ટર, ટેનિસ સેન્ટર, મલ્ટીપર્પઝ એરેના, ખેલાડીઓ માટે આવાસ અને હાઇ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *