દિલ્હી-ભુજની ફલાઇટમાં વિકલાંગ મહિલાને ઉતારી દેવા બદલ એર ઇન્ડિયાને 50,000નો દંડ

મુખ્ય દિવ્યાંગતા આયુક્ત (સીબીપીડી)એ એર ઇન્ડિયાને વ્હીલચેર વપરાશકર્તા મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવા બદલ 50,000 રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 5 લાખ રૂૂપિયાનું વળતર આપવાની ભલામણ…

મુખ્ય દિવ્યાંગતા આયુક્ત (સીબીપીડી)એ એર ઇન્ડિયાને વ્હીલચેર વપરાશકર્તા મુસાફરને વિમાનમાંથી ઉતારી દેવા બદલ 50,000 રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 5 લાખ રૂૂપિયાનું વળતર આપવાની ભલામણ કરી છે.80 ટકા લોકોમોટર દિવ્યાંગતા ધરાવતી ફાલ્ગુની મહેશ્વરીએ જણાવ્યું કે 26 મેના રોજ તેઓ ફ્રેંકફર્ટથી દિલ્હી સુધી વાંધા વિના મુસાફરી કરી ચૂક્યા હતા. ભુજની કનેક્ટિંગ ફ્લાઇટમાં સીટ 22સી પર બેઠા બાદ ક્રૂએ સ્વતંત્ર મુસાફરીની ક્ષમતા પૂછી અને ફિટ-ટુ-ફ્લાય સર્ટિફિકેટ માંગ્યું. ત્યારબાદ તેમને ડિબોર્ડ કરવામાં આવ્યા. તેમની પાવર્ડ વ્હીલચેરને નુકસાન પહોંચ્યું હતું અને વૈકલ્પિક મુસાફરી પોતાના ખર્ચે કરવી પડી હતી.

એર ઇન્ડિયાએ કહ્યું કે દિવ્યાંગતાને કારણે મુસાફરી નકારવામાં આવી ન હતી. ક્રૂને તેમને થાકેલા અને ઉધરસ-શરદીના લક્ષણોવાળા લાગ્યા હતા. તેમને આગામી ફ્લાઇટમાં વધારાના ભાડા વિના સમાવવામાં આવ્યા હતા. સીબીપીડીએ જણાવ્યું કે ડિબોર્ડ કરતા પહેલાં તબીબી તપાસ થઈ હોવાનું સાબિત થયું ન હતું. ડીજીસીએએ જણાવ્યું કે દિવ્યાંગતા કે ઘટેલી ગતિશીલતાના આધારે મુસાફરી નકારી શકાતી નથી. જરૂૂર હોય તો ડોક્ટરે વ્યક્તિગત તપાસ કરી કારણો લેખિતમાં આપવા જોઈએ. આ શરતોનું પાલન થયું ન હતું.

વ્હીલચેરને સામાન્ય સામાનની ખોટ ગણી શકાય નહીં. આયુક્તે માનસિક વેદના, અપમાન અને આર્થિક નુકસાન માટે 5 લાખની ભલામણ કરી છે. એર ઇન્ડિયાને આંતરિક તપાસ, સ્ટાફ તાલીમ અને 60 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જીજા ઘોષ ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *