શશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?

કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…

કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેબિનેટ રીસેટની આંતરિક તૈયારીઓ આખરી તબક્કામાં હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. જેમાં નિવૃત્ત આઇએએસ અધિકારી શશીકાંત દાસ તથા પૂર્વ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીને રાજ્યસભામાં લઇ જવામાં આવે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળમાં મોટા પાયે ફેરબદલના ભાગરૂૂપે તમામ વર્તમાન મંત્રીઓ પાસે રાજીનામા માંગવામાં આવી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન નબળી કામગીરી ધરાવતા મંત્રીઓને પડતા મૂકીને અંદાજે 17 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી વકી છે. આ ફેરબદલથી અનેક મંત્રીઓની જવાબદારીઓ અને મહત્વના ખાતાઓમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ માટે તમામ મંત્રીઓના પરફોર્મન્સ રિપોર્ટ કાર્ડ અને નવા સમાવેશ થનારા નેતાઓની પ્રોફાઈલ ગુપ્ત રીતે તૈયાર કરી લેવામાં આવી છે.

આ સંભવિત વિસ્તરણમાં પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી-2 તરીકે કાર્યરત શક્તિકાંતા દાસને રાજ્યસભાની બેઠક આપીને કેન્દ્રીય નાણાં મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપવા અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, આગામી 16 ઓક્ટોબરે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને રાજ્યસભામાં મોકલવા અંગે પણ વરિષ્ઠ સ્તરે ચર્ચા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *