દેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફિનાઇલ ભેળવી ગટગટાવી લીધું

શહેરમાં માંડા ડુંગરમાં વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા યુવાને દેવું વધી જતા ભીસરી પાસે દારૂૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…

શહેરમાં માંડા ડુંગરમાં વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા યુવાને દેવું વધી જતા ભીસરી પાસે દારૂૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં આવેલી પીઠડઆઈ સોસાયટીમાં રહેતા વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન ભીસરી ગામે હતો ત્યારે દારૂૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં વિપુલ ચૌહાણ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને અપરિણીત છે. વિપુલ ચૌહાણ ઉપર દેણું થઈ જતા દારૂૂમા ફીનાઇલ ભેળવી પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં સાસરૂૂ ધરાવતી અને હાલ માલીયાસણમાં માવતરે રીસામણે રહેતી રીઝવાનાબેન સતારભાઇ ખેબર (ઉ.વ.32) નામની પરિણીતાએ સાંજે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

રીઝવાનાબેન હાલ માલીયાસણ ખાતે માતા ઝરીનાબેન ઇશાભાઇ ભાલવાણીના ઘરે રીસામણે છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં પાંચ વર્ષનો દિકરો છે. તેણીના માતા ઝરીનાબેને આક્ષેપ કર્યો હતો કે દિકરી રીઝવાનાને તેનો પતિ સતાર ઘણા સમયથી દારૂૂ પી ત્રાસ આપે છે. આ કારણે તેણી ત્રણ મહિનાથી મારા ઘરે રીસામણે આવી છે. હવે તેણીનો પતિ ફોન કરીને પોતાના દિકરાને લઇ જશે તેમ કહી ધમકી આપતો હોઇ તેના કારણે તેણીએ ઘઉંમાં રાખવાની ટીકડી પી લીધી છે. પતિ સતાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેમ વધુમાં ઝરીનાબેને જણાવ્યું હતું. આક્ષેપો અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *