કામમાં કયાંય ભૂલ થઇ તો ‘રીલ’ ઉતરતા વાર નહીં લાગે: CM

કોન્ટ્રાક્ટરો કેવું કામ કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કરવાની જવાબદારી અધિકારીઓની જ છે અમદાવાદમાં યોજાયેલા વિકાસકામોના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કામકાજ અંગે…

કોન્ટ્રાક્ટરો કેવું કામ કરી રહ્યા છે તેનું મોનિટરિંગ કરવાની જવાબદારી અધિકારીઓની જ છે

અમદાવાદમાં યોજાયેલા વિકાસકામોના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કામકાજ અંગે મહત્વની ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિકાસકામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. કોન્ટ્રાક્ટર કેવું કામ કરી રહ્યા છે તેનું યોગ્ય મોનિટરિંગ થાય અને કામ ગુણવત્તાસભર બને તેની મુખ્ય જવાબદારી અધિકારીઓની જ છે.

તેથી અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ જેથી કોઈ ભૂલ કે બેદરકારી ન રહી જાય. વધુમાં, સોશિયલ મીડિયાના વર્તમાન સમયમાં સાવચેતી રાખવા અંગે સૂચન આપતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જો તમારાથી કામમાં ક્યાંય પણ નાની ભૂલ થઈ, તો તેની રીલ વાયરલ થતાં વાર નહીં લાગે.

મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સંબોધન કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. કોન્ટ્રાક્ટર કેવું કામ કરે છે તેનું સતત મોનિટરિંગ કરવું અને ગુણવત્તાવાળું કામ થાય છે કે કેમ તે જોવાની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની જ છે. અધિકારીઓએ પોતાની આ જવાબદારી સમજીને પૂરી નિષ્ઠાથી કામ કરવું જોઈએ. કામમાં કોઈપણ પ્રકારની ભૂલ કે બેદરકારી ન રહે તે જોવાની પ્રાથમિક ફરજ સરકારી તંત્રની છે.

આજના ડિજિટલ યુગનો ઉલ્લેખ કરતા ઈખ ભૂપેન્દ્ર પટેલે માર્મિક અંદાજમાં કહ્યું કે, અત્યારે સોશિયલ મીડિયા અને રીલનો જમાનો છે. જો કામમાં તમારાથી ક્યાંય નાની સરખી પણ ભૂલ થઈ, તો તરત જ તેની રીલ બનીને વાયરલ થઈ શકે છે.

આથી, કામગીરીમાં વધુ સાવચેતી રાખવી અત્યંત જરૂૂરી છે. આ ઉપરાંત, તેમણે મીડિયાની ભૂમિકા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મીડિયાની વાતોને હંમેશા પોઝિટિવ રીતે લેવી જોઈએ અને તેમાંથી સુધારાનો માર્ગ અપનાવવો જોઇએ કાર્યક્રમ દરમિયાન મનપામાં સહાયક ટેકનિકલ સુપરવાઈઝર અને જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી પામેલા 450 યુવાનોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એકસાથે 450 લોકોને નિમણૂક પત્ર આપવા તેને મોટી બાબત ગણાવતા ઈખએ કહ્યું કે, નોકરી મળ્યા પછી હવે આ યુવાનોએ સિસ્ટમમાં રહીને કેવી રીતે કામ કરવું તે સૌથી મહત્વનું છે. અંતમાં તેમણે ’વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે સૌને એકજૂથ થઈને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *