મહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડા

શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ 2017માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ…

શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ 2017માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ બતાવ લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ વેપારી સહિત 50થી વધુ લોકોના રૂૂ,11.08 કરોડ રૂૂપિયા ચાઉં કરી જનાર અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમે અલ્પેશ દોંગાની શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં આવેલી મની પ્લસ શરાફી સહકારી મંડળીમાં દરોડા પાડી મહત્વના દસ્તાવેજ તેમજ વ્યાજે રૂૂપિયા આપનાર વ્યાજખોરની માહિતી તેમજ રોકાણકારોની યાદી કબજે કરી છે.

રાજકોટમાં શ્રી મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે 11 કરોડથી વધુના ફિક્સ ડિપોઝિટ કૌભાંડ અને વ્યાજખોરી તથા જમીન પચાવી પાડવાના ગુનાઓ નોંધાયેલા છે. માર્ચ 2025 માં મની પ્લસ મંડળીનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા અલ્પેશ દોંગા અને તેના સાગ્રીતો સામે અને સંચાલકો સામે ગુના દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી હતી.

બે દિવસ પૂર્વે પડધરીના સરપદડ ગામે રહેતા વેપારીને પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવડીયાએ અલ્પેશ ગોપાલભાઈ દોંગા (રહે. રાજકોટ), અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ (રહે. રાજકોટ), ચંદુભાઈ છગનભાઈ વીરડીયા (રહે. રાજકોટ), પીયુષભાઈ ચંદુભાઈ વીરડીયા (રહે. રાજકોટ) અને હિરેનભાઈ રતિભાઈ લુણાગરીયા (રહે. સરપદડ) સામે 1 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. મહા કૌભાંડી અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ત્રણ અલગ અલગ ટીમે નાના મવા રોડ ઉપર સંભવ કોમ્પલેક્ષમાં આવેલ શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીની ઓફીસમાં દરોડા પાડ્યા હતા.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરી હેઠળ પીઆઈ એ. એસ. ચાવડા, પીઆઈ એમ. એલ. ડામોર, પીઆઈ સી. એચ. જાદવ ની સુચના થી ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સી.બી.જાડેજ, વી.ડી.ડોડીયા, એસ.એમ.રાણા તેમની ટીમે દરોડા પડ્યા હતા. આ દરોડામાં ક્રાઈમ બ્રાંચની ટીમે મની પ્લસ શરાફી સહકારી મંડળી માંથી રોકાણકારોનું લીસ્ટ ઉપરાંત મહત્વના દસ્તાવેજ ઉપરાંત અલ્પેશ સાથે સંડોવાયેલ વ્યાજખોરોની યાદી પણ ક્રાઈમ બ્રાંચને મળી છે. આગામી દિવસોમાં આ તમામની ક્રાઈમ બ્રાંચ દ્વારા પુછપરછ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *