વિદ્યાર્થીના આપઘાત મામલે વિરોધ કરતા ABVPના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ…

મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હેમંત ગંધમે યુનિવર્સિટીના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોય આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સામે આકરો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતું ત્યારે પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઇ હતી પોલીસે એબીવીપીના કાર્યકરોના વાળ ખેચ્યા અને તમાચા ઝીંકી દીધા હતા જેને કારણે મામલો તંગ બન્યો હતો.

રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થીનું રેગિંગ થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આ બનાવને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સામે આકરો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. એબીવીપીનાના મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી તંત્રને વિદ્યાર્થીઓના જીવની કોઈ પરવા નથી. અગાઉ વિદ્યાર્થિનીના આપઘાત સમયે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રશાસને આવી ઘટનાઓ પુનરાવર્તિત નહીં થાય તેવી ખાતરી આપી હતી, છતાં આજે આ બીજો બનાવ સામે આવ્યો છે. ગુજરાત પ્રદેશ એબીવીપીના મીડિયા સહ સંયોજક વિશ્વા રાવલે જણાવ્યું હતું કે, આજે મારવાડી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ સમયે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થી આગેવાનો તેમજ કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી. સિમરન દરાડેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે. મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાતનો મામલે એબીવીપી દ્વારા વિરોધ કરતા પોલીસે કાર્યકતાની અટકાયત કરી હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા એબીવીપીના કાર્યકરોના વાળ ખેંચ્યા અને ફડાકા ઝીંક્યા હતા,જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને લઇ ભારે તંગદીલી વયપી ગઈ હતી. એબીવીપીના કાર્યકરોના ઉગ્ર વિરોધ વખતે પોલીસ અને કાર્યકર વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *