જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયા

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર જ બાકી મિલકતવેરાની રકમ વસૂલવા ઉપરાંત ડ્યુ ડેટના ચેક મેળવવામાં આવ્યા હતા. બાકી મિલકતવેરાની વસૂલાત માટેની કાર્યવાહી દરમિયાન જરૂૂરી સહકાર ન મળતાં પાંચ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ પાંચ મિલકતોની બાકી રકમ કુલ રૂૂ. 10,88,393 હોવાનું મહાનગરપાલિકાની યાદીમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત બાકી મિલકતવેરાની વસૂલાત માટે પાંચ મિલકતોના નળ જોડાણ કાપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ મિલકતોની બાકી રકમ કુલ રૂૂ. 6,88,540 છે. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે ઉપરોક્ત વસૂલાતની કામગીરી કમિશનરની સૂચના તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ મિલકતવેરા શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ મિલકતવેરો નહીં ભરનારાઓની મિલકતો સીલ કરવાની તેમજ નળ જોડાણ કાપવાની કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાથી બાકી મિલકતવેરો તાત્કાલિક ભરપાઈ કરવા મિલકતધારકોને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *