પુત્ર અર્જુનના જન્મદિવસે સચિનની ભાવુક પોસ્ટ

ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાના પરિવાર અને બાળકો પ્રત્યેના પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ પડતા નથી. 24મી સપ્ટેમ્બરના રોજ…

ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પોતાના પરિવાર અને બાળકો પ્રત્યેના પ્રેમને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ પડતા નથી. 24મી સપ્ટેમ્બરના રોજ સચિનના પુત્ર અને ક્રિકેટર અર્જુન તેંડુલકરનો 27મો જન્મદિવસ હતો. આ ખાસ અવસરે સચિને પોતાના લાડકવાયા પુત્ર માટે એક અત્યંત ભાવુક અને દિલસ્પર્શી પોસ્ટ શેર કરી છે, જે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં સચિને અર્જુન સાથેના કેટલાક અનસીન ફોટો શેર કરીને તેને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી શુભકામનાઓ પાઠવી છે.

બીજી તરફ, ભાઈના જન્મદિવસ પર બહેન સારા તેંડુલકર ના દેશી અને એલિગન્ટ અંદાજે પણ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી લીધું છે સચિન તેંડુલકરે અર્જુન સાથેની એક સુંદર તસવીર શેર કરતા પિતા તરીકેનો ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે સમય કેટલી ઝડપથી વીતી જાય છે અને અર્જુનને એક મહેનતુ ક્રિકેટર તથા શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે ઘડાતા જોવો એ તેમના માટે સૌથી મોટો આનંદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *