કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એકટર, ‘આર્ટિકલ 370’ બેસ્ટ ફિલ્મ

યામી ગૌતમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ, અભિનેતા અનંત નાગને દાદા સાહેબ ફાળકે સન્માન 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં અભિનેતા કાર્તિક આર્યન અને મામૂટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.…

યામી ગૌતમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ, અભિનેતા અનંત નાગને દાદા સાહેબ ફાળકે સન્માન

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં અભિનેતા કાર્તિક આર્યન અને મામૂટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ યામી ગૌતમે પોતાના નામે કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ અભિનેતા અને ફિલ્મ નિર્માતાને આ એવોર્ડથી સન્માનિત કર્યા. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કેવડિયામાં કરવામાં આવ્યું હતું. નેશનલ ફિલ્મ એવોર્ડ્સના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે એવોર્ડ સમારોહ દિલ્હીની જગ્યાએ ગુજરાતમાં યોજાયો હતો.

દિગ્ગજ અભિનેતા મમૂટીને ફિલ્મ ’બ્રહ્મયુગમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થઈ હતી. આ મલયાલમ ઇન્ડસ્ટ્રીની સુપરહિટ ડાર્ક ફેન્ટસી લોક હોરર ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન રાહુલ સદાશિવને કર્યું છે. ફિલ્મમાં મામૂટી ઉપરાંત અર્જુન અશોકન અને સિદ્ધાર્થ ભરથન મહત્વની ભૂમિકામાં છે. મામૂટી અત્યાર સુધીમાં 4 નેશનલ એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેઓ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર છે.

કાર્તિક આર્યન ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. આ તેમનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. તેમને ફિલ્મ ’ચંદુ ચેમ્પિયન’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યને મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું હતું. આ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે.
કાર્તિક આર્યને વર્ષ 2011માં ફિલ્મ ’પ્યાર કા પંચનામા’થી પોતાની કારકિર્દીની શરૂૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ’આકાશ વાણી’, ’પ્યાર કા પંચનામા 2’, ’ધમાકા’, ’પતિ પત્ની ઔર વો’, ’લુકા છુપી’, ’સોનુ કે ટીટુ કી સ્વીટી’, ’શહેજાદા’, ’ભૂલ ભુલૈયા 3’ અને ’સત્યપ્રેમ કી કથા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેઓ ’તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’ સહિતની ફિલ્મોમાં પણ જોવા મળશે.

હાલ કાર્તિક આર્યન પાસે 4 ફિલ્મો છે. તેઓ અનુરાગ બાસુની અનટાઇટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ ’નાગઝિલા’, કબીર ખાનની અનટાઇટલ્ડ ફિલ્મ અને ’કેપ્ટન ઇન્ડિયા’માં પણ જોવા મળશે.અભિનેત્રી યામી ગૌતમને ફિલ્મ ’આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય સુહાસ જંભાલેએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ આદિત્ય ધર, લોકેશ ધર અને જ્યોતિ દેશપાંડેએ કર્યું છે. ’આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મની કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યો હતો.

દિગ્ગજ અભિનેતા અનંત નાગને ’દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનંત નાગને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. તેઓ કન્નડ સિનેમામાં પોતાના યોગદાન માટે જાણીતા છે. તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. કન્નડ સિનેમા ઉપરાંત તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ફેમસ સ્ટાર હાનિકારક વસ્તુઓનો પ્રચાર ના કરે: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું હતું કે, દરેક જ્યુરી પેનલમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. ફિલ્મ સ્ટાર્સ ખૂબ જ લોકપ્રિય હોય છે અને દેશવાસીઓ ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. હું વિનંતી કરવા માંગુ છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા પદાર્થોનું સમર્થન ના કરે. સ્ટાર એ છે જે અંધકાર નહીં, પણ પ્રકાશ ફેલાવે છે. છેલ્લા 50 વર્ષમાં મને ઘણી અલગ અલગ ભાષાઓની ફિલ્મોમાં કામ કરવા માટે બોલાવવામાં આવ્યો. મેં બીજી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે, પરંતુ કર્ણાટક અને કન્નડ ફિલ્મોમાં મને સૌથી વધુ તકો મળી છે.

કઇ ફિલ્મને કયો એવોર્ડ?
બેસ્ટ ગઢવાલી ફિલ્મ ’ઢોલી’
બેસ્ટ નોન-ફીચર ફિલ્મ ’ભંગાર’ (મરાઠી, અંગ્રેજી)
બેસ્ટ મરાઠી ફિલ્મ ’મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી’
બેસ્ટ મલયાલમ ફિલ્મ ’ફેમિનિચી ફાતિમા’
બેસ્ટ કન્નડ ફિલ્મ ’મિથ્યા’
બેસ્ટ હિન્દી ફિલ્મ ’શ્રીકાંત’
બેસ્ટ ગુજરાતી ફિલ્મ ’મારણ’
બેસ્ટ તમિલ ફિલ્મ ’રાયન’
બેસ્ટ બંગાળી ફિલ્મ ’ચિત્રલેખા એખોન’
બેસ્ટ કોરિયોગ્રાફી ’સ્ત્રી 2’ (વિજય ગાંગુલી)
બેસ્ટ લિરિક્સ ’મેદાન’ (મનોજ મુન્તશિર)
બેસ્ટ મ્યુઝિક ’અમરણ’ (જી.વી. પ્રકાશ કુમાર)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન ’આર્ટિકલ 370’
બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન ’પુષ્પા 2’
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન ’કલ્કિ 2898 એડી’
બેસ્ટ એડિટિંગ ’આમરણ’
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન ’ભૂલ ભુલૈયા 3’
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે ’પુષ્પા 2’
બેસ્ટ ડિરેક્શન ’આમરણ’ (રાજકુમાર પેરિયાસામી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *