Asian Games 2026: ભારતે સોફ્ટ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, જય મીનાએ અપાવ્યો પ્રથમ મેડલ

  આજે એશિયન ગેમ્સનો ચોથો દિવસ છે. જય મીનાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો છે. તેઓ આ રમતમાં એશિયન ગેમ્સનો મેડલ…

 

આજે એશિયન ગેમ્સનો ચોથો દિવસ છે. જય મીનાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો છે. તેઓ આ રમતમાં એશિયન ગેમ્સનો મેડલ જીતનાર દેશના પ્રથમ ખેલાડી બન્યા છે.

દરમિયાન જય મીનાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને મહિલા સ્કીટ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. આ ઉપરાંત, પુરુષોની સ્કીટ સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો હતો.

ભારતના જય મીણાએ પુરુષ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સેમિફાઇનલમાં તેમને જાપાનના તાકુયા કુરોસાકા સામે 2-4થી હાર મળી. ભારતને એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસનો પહેલો મેડલ મળ્યો છે.

કુરોસાકાએ મુકાબલો 3-5, 1-4, 1-4, 4-1, 6-4, 1-4થી જીત્યો. જય એક સમયે 0-3થી પાછળ હતા, પરંતુ સતત બે સેટ જીતીને સ્કોર 2-3 કરી દીધો. જોકે, તેઓ વાપસી પૂર્ણ કરી શક્યા નહીં.

હાલમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂની ઇવેન્ટ ચાલી રહી છે. શૂટર મનુ ભાકર મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં 5મા સ્થાને રહી.આ જ કેટેગરીની ટીમ ઇવેન્ટમાં ભારત નજીવા અંતરથી મેડલ જીતી શક્યું નહીં. મનુએ ફાઇનલમાં 181.1 પોઈન્ટ મેળવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *