જૂનાગઢના જંગલમાં 40 લોકો વરસાદી પાણીમાં ફસાતા રેસ્કયુ

  જુનાગઢ પંથકમાં ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદના કારણે ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલ આત્મેશ્ર્વર મહાદેવ મંદિરના માર્ગમાં બાળકો-મહીલાઓ સહીત 40 જેટલા શ્રધ્ધાળુોઓ ફસાઇ જતા વન…

 

જુનાગઢ પંથકમાં ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદના કારણે ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલ આત્મેશ્ર્વર મહાદેવ મંદિરના માર્ગમાં બાળકો-મહીલાઓ સહીત 40 જેટલા શ્રધ્ધાળુોઓ ફસાઇ જતા વન વિભાગ અને ફાયારબ્રિગેડ સ્ટાફે દરોડા બાંધી તમામને હેમખેમ બચાવી લીધા હતા.

ગઈકાલે રવિવારે બપોર બાદ જૂનાગઢ શહેર અને ગિરનાર જંગલ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એકાદ કલાકના વરસાદમાં જૂનાગઢ શહેર અને ગિરનાર જંગલમાં જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારનો માહોલ ઊભો થયો હતો.

રવિવારનો દિવસ હોવાને કારણે પણ લોકો ગિરનાર અને ભવનાથ જંગલમાં જતા હોય છે, ત્યારે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા જંગલ વિસ્તારમાં અચાનક વરસાદ શરૂૂ થતાં પૂરમાં 40 જેટલા મહિલા પુરુષ બાળકો અને વૃદ્ધો ફસાયેલા હતા, જેને જુનાગઢ મનપા અને વન વિભાગની ટીમોએ સફળતાપૂર્વક રેસ્કયુ કરીને બહાર કાઢ્યા હતા.

જુનાગઢ શહેરની સાથે દાતાર અને ગિરનાર પર્વતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. જેને કારણે ગિરનાર પર્વતમાંથી પણ ધસમસતી નદી માફક પાણીનો પ્રવાહ જુનાગઢ શહેર તરફ આવી રહ્યો હતો. જેને કારણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં આવેલા જંગલમાં પણ ધોધમાર વરસાદ પડતા અહીં આવેલા ધાર્મિક સ્થાનમાં 40 જેટલા લોકો ફસાયા હતા જેને વન વિભાગ અને જુનાગઢ મનપાના ફાયરની ટીમોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

જૂનાગઢના સ્થાનિક લોકો અને આસપાસના ગામોના પ્રવાસીઓ પણ ભવનાથ આવતા હોય છે, ત્યારે રવિવારનો દિવસ હોવાથી ગિરનારમાં ધર્મસ્થાનોમાં દર્શન કરવા માટે પણ ચોમાસાના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આવી જ રીતે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા ધાર્મિક સ્થાનમાં 40 જેટલા મહિલા પુરુષ વૃદ્ધ અને બાળકો સવારના સમયે ગયા હતા અને અચાનક વરસાદ ત્રાટકતા ફસાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *