10 વર્ષના બાળકે વૃક્ષ પર ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત

ગુજરાત મિરર, ભાવનગર તા.21 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ થી અલંગ જતા માર્ગપર આવેલ અલંગ ની વસ્તુઓ નું વેચાણ કરવામાં આવેછે એ પ્લોટમાં આવેલ વૃક્ષપર…

ગુજરાત મિરર, ભાવનગર તા.21
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ થી અલંગ જતા માર્ગપર આવેલ અલંગ ની વસ્તુઓ નું વેચાણ કરવામાં આવેછે એ પ્લોટમાં આવેલ વૃક્ષપર ચડીને ગતરાત્રે એક બાળક એ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવીદીધું હતું.પરપ્રાંત થી અહીં પેટિયું રળવા આવેલ પરિવાર આવેલ હતો. અલંગમા આવેલ સ્કૂલ ખાતે તે અભ્યાસ કરતોહતો.

માન્યમા ન આવે તેવી તળાજા તાલુકાની માત્ર 10 વર્ષના બાળકે વૃક્ષપર ટીંગાઈ ને ગળેફાંસો ખાધાની ઘટનાની મળતી વિગતો મુજબ ત્રાપજ થી એકાદ કિમિદૂર અલંગ રોડપર 027 નંબરનો રમેશભાઈ લાધવાનો પ્લોટ આવેલછે.આ પ્લોટમાં મધ્યપ્રદેશ થી અહીં મજૂરી કામે આવેલ પરિવાર રહેછે.આ પરપ્રાંતીય પરિવારના ઇન્દ્રાભાઈ મંડાઇ ના પુત્ર કૃષ્ણા ઉ.વ.10 ની લાશ આજે સવારે પ્લોટમાં આવેલ લીમડા ના વૃક્ષપર લટકતી જોવા મળતા આસપાસ ના લોકો એકઠા થઇગયાહતા.

અલંગ પોલીસે સ્થળપંચ નામુકરી લાશને તળાજા ખાતે પી. એમ કરાવેલ. માત્ર 10 વર્ષના બાળક ની ગળેફાંસો ખાઈ વૃક્ષપર લટકતી લાશને લઈ અનેક તર્ક સાથે સવાલો ઉઠ્યાહતા.જેને લઈ અલંગ પોલીસે જણાવ્યું હતુકે મૃતક કૃષ્ણા ના માતા વતનમા ગયાહતા.પિતા રાત્રીના 9.30 બાદ પ્લોટમાંથી અન્ય સ્થળે કામપર ગયાહતા.પુત્ર કૃષ્ણ રાત્રે એકલોજ હતો. પોલીસના દાવા મુજબ ઘટનાબની છેએ અને બાજુના પ્લોટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડીરાત્રીના બાળક પોતેજ વૃક્ષપર ચડીને દોરીવડે ગળેફાંસો ખાઈ લેતો દેખાય છે.પો.ઇ. દેસાઈ એ ઉમેર્યું હતું કે સીસીટીવી ફૂટેજ તપાસના કામે મેળવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *