ગુજરાતની 7 સહિત દેશની 48 આયુર્વેદ કોલેજની મંજૂરી રદ

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી…

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી નિયમોનું ઉલ્લંઘન કરતી અને શૈક્ષણિક ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેલી કુલ 48 આયુર્વેદ કોલેજોની ઇઅખજ કોર્સ માટેની મંજૂરી રદ્દ કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતની 7 કોલેજો ઉપરાંત મધ્ય પ્રદેશની 9, કર્ણાટકની 8, ઉત્તર પ્રદેશની 7, પંજાબની 4, મહારાષ્ટ્રની 3, રાજસ્થાનની 3, હરિયાણાની 2 તેમજ બિહાર, છત્તીસગઢ, નવી દિલ્હી અને ઉત્તરાખંડની 1-1 કોલેજોનો સમાવેશ થાય છે.

NCISMની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અનેક કોલેજોમાં શૈક્ષણિક ફેકલ્ટી માત્ર કાગળ પર (ઘક્ષ-ઙફાયિ ઋફભીહિું) જ દર્શાવવામાં આવી હતી. આ શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં હાજર રહી પોતાની વાસ્તવિક ફરજો બજાવતા ન હતા. આ ગંભીર બેદરકારી સામે પગલાં લેતા NCISMના પ્રમુખ ડો. મુકુલ પટેલે આવી બોગસ ફેકલ્ટીના ટીચર કોડ 1 વર્ષ માટે સસ્પેન્ડ (ઠશવિંવયહમ) કરી દીધા છે. આ પ્રતિબંધિત ગાળામાં આ શિક્ષકો કોઈપણ તબીબી સંસ્થામાં સેવા આપી શકશે નહીં તથા તેમનો અનુભવ પણ માન્ય ગણાશે નહીં.

જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની શૈક્ષણિક વર્ષ 202627 માટે 100 ઇઅખજ બેઠકોની મંજૂરી રદ્દ કરવામાં આવી છે. આ કોલેજમાં 13 બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સાનુકૂળ ચકાસણી રિપોર્ટ મેળવવા માટે રૂૂ.10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. NCISMની હીયરિંગ કમિટીના સભ્ય ડો. રૂૂપાલી મહાડીકને તપાસ સોંપાતા, કોલેજના પ્રોફેસર ડો. અભય નાલવડે અને ટ્રસ્ટી પ્રતીક મોરીએ તેમને રૂૂ. 10 લાખની લાંચની ઓફર કરી હતી. આ અંગે પુરાવા એકઠા કરી NCISMના પ્રમુખ ડો. મુકુલ પટેલની સૂચનાથી દિલ્હી સીબીઆઈ (CBI)માં ફરિયાદ નોંધાવાઈ હતી. સીબીઆઈ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહિત ષડયંત્રની એફઆઈઆર (FIR) દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *