જૂનાગઢ એસટીના ડિસમીસ કર્મચારીનો આર્થિક તંગીથી કંટાળી સજોડે ઝેર ખાઇ આપઘાત

જૂનાગઢના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક GSRTCના નિવૃત કર્મચારીએ પત્ની સાથે 14 સપ્ટેમ્બરે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં સારવાર દરમિયાન આજે પહેલા પત્નીને બાદમાં પતિનું…

જૂનાગઢના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક GSRTCના નિવૃત કર્મચારીએ પત્ની સાથે 14 સપ્ટેમ્બરે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં સારવાર દરમિયાન આજે પહેલા પત્નીને બાદમાં પતિનું મોત થયું. વધતી જતી મોંઘવારી અને ઘરમાં કમાણીનું કોઈ સાધન ન હોવાના કારણે સર્જાયેલી ભારે આર્થિક સંકળામણથી કંટાળીને દંપતીએ ઝેરી ગોળીઓ ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.

58 વર્ષીય મૃતક વનરાજસિંહ ઝાલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત થયા હતા અને હાલમાં પોતાના ઘરે 55 વર્ષીય પત્ની રેખાબા ઝાલા સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘરમાં આવકનું કોઈ સ્ત્રોત ન હોવાના કારણે જીવન જીવવું મુશ્કેલ બનતાં આ દંપતી ભારે મનોવ્યથા અનુભવતું હતું. અંતે આર્થિક અને માનસિક તણાવથી કંટાળી, આ વડીલ દંપતીએ ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ સાંજના આશરે પાંચ વાગ્યા આસપાસ પોતાના જ ઘરમાં ઝેરી ટીકડા ગટગટાવી લીધા હતા.
આસપાસના લોકો અને પરિવારજનોએ દંપતીને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વનરાજસિંહ ઝાલા સતત બેભાન અવસ્થામાં રહ્યા હતા અને તેની સ્થિતિ અત્યંત નાજુક બની હતી. જ્યારે સારવાર દરમિયાન પહેલાં રેખાબાનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ગંભીર સ્થિતિમાં રહેલા વનરાજસિંહ પણ સારવાર દરમિયાન દમ તોડી દેતાં આખરે દંપતીનો માળો વિખેરાઈ ગયો હતો. બંનેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે કે, વનરાજસિંહ ઝાલા એસટીમાંથી ડિસમીસ થયા હતા. તેમનો પુત્ર પણ હાલ બેકાર હતો આજે તેમણે તેમના ભાઇને કોઇ કરી કહ્યુ કે ભાઇ અમે કંટાળી ગયા છીએ અને ઝેર પી લઇને છીએ જો કે તેમના ભાઇએ આમ ન કરવા જણાવ્યુ હતુ અને તે ઘરે પહોંચે તે પહેલા જ બંન્નેને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *