લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઇટમાં જોરદાર હંગામો થયો હતો. બે મુસાફરો વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો વધ્યો કે બંને વચ્ચે મારામારી થઇ હતી.આ દરમિયાન અન્ય મુસાફરોએ બંનેને છોડાવવા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.જોકે બંને એટલા આક્રમક બની ગયા હતા કે તેઓ એકબીજાને પર સતત લાત-મુક્કા મારતા જોવા મળ્યા હતાં. રહ્યા હતા. ફ્લાઇટમાં થયેલી આ મારામારીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
📹A video showing two passengers fighting mid-air aboard a #Biman_Bangladesh_Airlines flight has gone viral on social media.
▪️The flight was travelling from #London to #Dhaka when the two passengers reportedly got into a heated argument that escalated into a physical… pic.twitter.com/U9Ld4M8Pnd
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) September 18, 2026
મળતી માહિતી મુજબ, બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની આ ફ્લાઇટ લંડનથી ઢાકા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ફ્લાઇટમાં અચાનક સર્જાયેલી મારામારીના કારણે અન્ય મુસાફરોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
બિમાન બાંગ્લાદેશે આ મામલે પ્રતિક્રિયા આપી છે. ફ્લાઇટ દરમિયાન થયેલી મારામારી વિશે પૂછવામાં આવતા એરલાઇનના જનરલ મેનેજર મહબુબુદ્દીન અહેમદે જણાવ્યું હતું કે, “મને આ ઘટના વિશે કોઈ માહિતી નથી, પરંતુ હું ટૂંક સમયમાં તપાસ કરીશ.” એરલાઇને આ ઘટના વિશે વધુ વિગતો આપી ન હતી અને મોટાભાગે આ મામલાથી પોતાને દૂર રાખ્યા હતા.
જ્યારે બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો ત્યારે કેબિનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અન્ય મુસાફરો ડરી ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ પાઇલટ તરત જ મુસાફરો પાસે પહોંચ્યા અને પરિસ્થિતિને શાંત કરવામાં સફળ રહ્યા. હાલ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
