દિવા તળે અંધારૂ: GPSCમાં સ્ટાફની ઘટથી 13744 ઇન્ટરવ્યૂ પેન્ડિંગ

  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં સભ્યોની અછતના કારણે ભરતી પ્રક્રિયાની ગતિ સામે સવાલો ઊઠ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે 25 વર્ષથી કાર્યરત અક્ષર અકાદમીના ડિરેક્ટર…

 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)માં સભ્યોની અછતના કારણે ભરતી પ્રક્રિયાની ગતિ સામે સવાલો ઊઠ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે 25 વર્ષથી કાર્યરત અક્ષર અકાદમીના ડિરેક્ટર ડો. બી.સી. રાઠોડ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GPSCની ભરતી પ્રક્રિયા, પેન્ડિંગ ઇન્ટરવ્યૂ અને ઉમેદવારોને થઈ રહેલા આર્થિક નુકસાન અંગે ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, GPSC જેવી બંધારણીય સંસ્થામાં અધ્યક્ષ સહિત કુલ 8 પદોની વ્યવસ્થા છે, જ્યારે હાલમાં માત્ર અધ્યક્ષ અને એક સભ્ય એમ બે જ પદ ભરાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સભ્યોની અછત વચ્ચે વિવિધ ભરતીના આશરે 13,744 ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે.

નવી ભરતીના ઇન્ટરવ્યૂ પણ ગણવામાં આવે તો આ સંખ્યા લગભગ 15 હજાર સુધી પહોંચતી હોવાનો દાવો છે. ડો. બી.સી. રાઠોડે GPSCની 2021માં જાહેર થયેલી ઈહફતત-1 અને ઈહફતત-2 ભરતીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ ભરતીમાં ડેપ્યુટી કલેક્ટર, ઉઢજઙ, મામલતદાર સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા પ્રમાણે જાહેરાત થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને આશરે 350 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ હજુ બાકી છે.રાઠોડના જણાવ્યા પ્રમાણે, GPSCની જાહેરાત ક્રમાંક 47/2023-24 તા. 24 ઓગસ્ટ, 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજીની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર, 2023 હતી. ભરતી પ્રક્રિયાના તબક્કાઓ પૂર્ણ થયા બાદ પણ સંબંધિત પરીક્ષાનું પરિણામ/અંતિમ પસંદગી જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

પેન્ડિંગ ઇન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવતી ભરતીમાં મેડિકલ ઓફિસર, હોર્ટિકલ્ચ ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, ઇન્ટરવ્યૂ માટે જગ્યાઓની સંખ્યાના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાનો નિયમ હોવા છતાં કેટલીક ભરતીમાં પાંચ, સાત કે 12 ગણા ઉમેદવારોને બોલાવવાના નિર્ણય સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ખાસ કરીને આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), નર્મદાની ભરતીનો ઉલ્લેખ કરતાં સવાલ કર્યો છે કે, 250 જગ્યાઓ સામે આશરે 2,959 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હોય તો આ સંખ્યા લગભગ 12 ગણી થાય છે.

રાઠોડે ભરતીમાં વિલંબની સીધી અસર ઉમેદવારોની કારકિર્દી અને આવક પર થતી હોવાનું જણાવ્યું છે. તેમના અગાઉના આંકડાના આધારે, ઈહફતત-2 કક્ષાની નોકરીમાં પસંદગી એક વર્ષ મોડી થાય તો ઉમેદવારને આશરે રૂૂ. 9.5 લાખ સુધીનું આર્થિક નુકસાન થઈ શકે છે, એવો તેમનો દાવો છે.યુવરાજસિંહ જાડેજાએ ચેતવણી આપતાં કહ્યું કે જો GPSC માં પૂરતા સભ્યોની નિમણૂક નહીં થાય અને હાલની જ ગતિએ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલતી રહેશે તો આ પેન્ડિંગ ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવામાં વર્ષો લાગી શકે છે. તેમણે GPSC માં તાત્કાલિક પૂરતા સભ્યોની નિમણૂક કરવાની માંગ કરી છે.એક તરફ ગુજરાતમાં સરકારી નોકરી માટે લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અગાઉની ભરતી પ્રક્રિયા જ સમયસર પૂર્ણ ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ, અંતિમ પરિણામ, નિમણૂક વચ્ચેનો સમયગાળો સતત વધતો જાય છે.

 

કેટલા ઇન્ટરવ્યું પેન્ડીંગ
* મેડિકલ ઓફિસર: 3,000થી વધુ ઉમેદવારો
* હોર્ટિકલ્ચ ઓફિસર: આશરે 1,273 ઉમેદવારો
* આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), નર્મદા: 250 જગ્યાઓ સામે 2, 959 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યાનો દાવો
* આ ઉપરાંત અનેક નાની-મોટી ભરતીમાં 200થી 500 સુધીના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પેન્ડિંગ હોવાનો દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *