હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા બનાવનાર છે. આટલું જ નહીં, તે આ ધર્મશાળાને કવિ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં બનાવવા માંગે છે. અયોધ્યામાં ધરમશાળાના બિલ્ડીંગના નકશાની મંજુરી માટે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને આવેદન કરવામાં આવ્યું છે.દશરથ પથ પર ‘ધી સરયુ’ પ્રોજેકટ અંતર્ગત લગભગ 15 કરોડ રૂૂપિયામાં જમીન પર 20થી વધુ ઓરડાવાળી ધર્મશાળા બનાવવામાં આવશે. આ મામલે એડીએએએફ પબ્લીક નોટીસ જાહેર કરી છે. જેમાં તેમણે લેઆઉટ પર 15 દિવસમાં ઓબ્જેકશન માંગ્યા છે, ત્યારબાદ તેને ફોર્મલ એપ્રુવલ મળી જશે. એવા પણ અહેવાલો છે કે કલીયરન્સ મળ્યા બાદ ઓકટોબરમાં ક્ધસ્ટ્રકશન શરુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનના પિતા હિન્દી સાહિત્યના એક લોકપ્રિય કવિ હતા. પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનીત હતા. તેમની ‘મધુશાલા’ કવિતા લોકપ્રિય હતી.
અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા
હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…
