ગોંડલમાં માર્કેટ યાર્ડના એજન્ટને પિસ્તોલ બતાવી હુમલો કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ

હુમલો કરી ભાગેલા બંનેને દિવથી ઝડપી લીધા બાદ સમગ્ર ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશન બાબતે વકરેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો…

હુમલો કરી ભાગેલા બંનેને દિવથી ઝડપી લીધા બાદ સમગ્ર ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવાયું

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આર.ટી.જી.એસ. વ્યવહારના કમિશન બાબતે વકરેલા વિવાદમાં યુવાન પર જીવલેણ હુમલો કરનાર કાકા-ભત્રીજાને પોલીસે દીવથી ઝડપી લીધા હતા. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અભી સોરઠીયાનું ઘટનાસ્થળે રી-ક્ધસ્ટ્રક્શન પણ કરાવ્યું છે. ગોંડલના ભોજરાજપરા શેરી નં.13/10માં રહેતા અને કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ ભુવા (ઉ.વ. 31) એ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ’અયાન ટ્રેડિંગ કંપની’ પેઢીમાંથી રૂૂ. 15,07,000/-નું આર.ટી.જી.એસ. કરાવ્યું હતું, પરંતુ નક્કી થયેલું કમિશન અને રકમ પરત ન આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

ગત તા.06/09/2026 ના રોજ રાત્રિના સમયે ગોંડલ-જેતપુર રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ પાસે ઉઘરાણી કરવા ગયેલા યુવાન પર આરોપી અભિષેક ઉર્ફે અભી રાજેશભાઈ સોરઠીયા અને હરેશભાઈ વિઠ્ઠલભાઈ સોરઠીયા ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી, ગાડીમાંથી હથિયાર કાઢી તેના વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 351(3), 115(2), 266, 45 તથા જી.પી. એક્ટની કલમ 135 અને જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય અને રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરની સૂચના તેમજ ગોંડલ ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. બ્રાન્ચ અને ગોંડલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નાકાબંધી તોડી દીવ ભાગી ગયેલા બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે નંબર પ્લેટ વગરની થાર ગાડી કબજે કરી, જે સ્થળેથી હથિયાર કાઢવામાં આવ્યું હતું ત્યાં આરોપી અભી સોરઠીયાને સાથે રાખી ઘટનાસ્થળનું રીક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *