ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 15 શ્રમિકોનું રેસ્ક્યૂ

  ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ‘બોસકી ધ એમ્પાયર’ નામની બાંધકામ સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કોમર્શિયલ બાંધકામ સાઇટ પર બે બિલ્ડિંગ વચ્ચેનો…

 

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગઈ કાલે રાત્રે ‘બોસકી ધ એમ્પાયર’ નામની બાંધકામ સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કોમર્શિયલ બાંધકામ સાઇટ પર બે બિલ્ડિંગ વચ્ચેનો સ્લેબ ધરાશાયી થતાં 15 લોકો કાટમાળમાં દટાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સવાર સુધીમાં તમામ 15 શ્રમિકોનું રેસ્ક્યૂ કરી લેવાયું હતું. જેમાંથી 12 શ્રમિકોને ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 3 શ્રમિકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દરમિયાન, ઘાયલ શ્રમિકોના દાવા મુજબ બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં પ્રવીણ મેડા, શાહીલ અને યશ ચૌધરી નામના ત્રણ કોન્ટ્રાક્ટરો સંકળાયેલા છે અને દુર્ઘટના સમયે તેઓ સ્થળ પર હાજર ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.હવે સમગ્ર મામલે બાંધકામની કામગીરી, સેન્ટિંગ સ્ટ્રક્ચરની મજબૂતી અને જવાબદારી અંગે તપાસ થાય તે જરૂરી બની છે.

આ ‘બોસકી ધ એમ્પાયર’ ગ્રુપના બિલ્ડરનું નામ નિલેશ મોદી છે, જેઓ પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. નિલેશ મોદી તેમની દીકરી બોસ્કીના લગ્ન પ્રસંગે શિકાગો હોવાની માહિતી મળી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી 100 ટન જેટલો બિલ્ડિંગનો કાટમાળ હટાવવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *