વરસાદ ખેંચાતા ગૌશાળા પાંજરાપોળ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ

રાજકોટ જિલ્લામાં હાલ વરસાદ નહીં થવાને કારણે ગૌવંશ માટે મોટુ સંકટ ઉભુ થયુ છે કિશાન ગૌશાળા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવવામાં…

રાજકોટ જિલ્લામાં હાલ વરસાદ નહીં થવાને કારણે ગૌવંશ માટે મોટુ સંકટ ઉભુ થયુ છે કિશાન ગૌશાળા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે વરસાદ ખેંચાતા ઘાસચારાના ભાવ ખુબ જ વધી જવા પામ્યા છે. જેથી ગૌશાળાની અંધ, અપંગ, નિરાધાર, બિમાર અને બિનવારસી ગૌવંશ માટે ઘાસચારો ખરીદવો મુશ્કેલ બન્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૌમાતાના લાભાર્થે કિશાન ગૌસેવા દ્વારા માંગ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ફોરેસ્ટ વીડિનું ઘાસ ગૌશાળા, પાંજરાપોળને તાત્કાલીક ફાળવવામાં આવે તેમજ ગૌશાળા યોજના તાત્કાલીક શરૂ કરવામાં આવે જેથી આ સહાય દ્વારા ગૌશાળાની અંધ, અપંગ, નિરાધાર, બિમાર અને બિનવારસી ગાયોની સેવા કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *