રાજકોટની હવા સુધરી, સ્વચ્છવાયુ સર્વેક્ષણમાં 7મા ક્રમે

National Clean Air Programme (NCAP) અંતર્ગત ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026માં 10 લાખથી વધુ વસ્તી…

National Clean Air Programme (NCAP) અંતર્ગત ભારત સરકારના Ministry of Environment, Forest and Climate Change દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2026માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના 48 શહેરોમાં રાજકોટે 7મો ક્રમ મેળવ્યો છે. વર્ષ 2025ના 15માં ક્રમથી આ પ્રગતિ મોનિટરિંગ, સ્વચ્છ પરિવહન, હાઇપરલોકલ ડેટા, શહેરી હરિયાળી અને કચરા નિવારણ ક્ષેત્રે હાથ ધરાયેલા સતત પગલાંનું પરિણામ છે. સ્વચ્છ વાયુ વોર્ડ સર્વેક્ષણમાં ગુજરાત કક્ષાએ રાજકોટના વોર્ડ નં. 2એ દ્વિતીય અને વોર્ડ નં. 5એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજકોટ શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા સતત પ્રયાસોને વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026માં સમગ્ર ભારત કક્ષાએ રાજકોટ શહેરે 7મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. સ્વચ્છ વાયુ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરી, જનજાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેના સતત પ્રયાસોના પરિણામે રાજકોટ શહેરે રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2026 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજાયેલા વોર્ડ કક્ષાના સર્વેક્ષણમાં રાજકોટ શહેરના વોર્ડ નં. 2એ દ્વિતીય ક્રમ અને વોર્ડ નં. 5એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. વોર્ડ કક્ષાની આ સિદ્ધિ બદલ દ્વિતીય ક્રમે આવેલ વોર્ડ નં. 2ને રૂૂ. 15 લાખ તથા તૃતીય ક્રમે આવેલ વોર્ડ નં. 5ને રૂૂ. 10 લાખની કુલ-25 લાખની રકમ આપવામાં આવશે.

રાજકોટની મ્યુનિસિપલ બસ ફલીટ હવે સંપૂર્ણપણે ડીઝલમુક્ત છે. શહેરમાં 125 ઇલેક્ટ્રિક અને 100 CNG સહિત કુલ 225 ક્લીન-ફ્યુઅલ બસો કાર્યરત છે. કુલ ફલીટમાં આશરે 56% બસો ઇલેક્ટ્રિક છે અને તેના દ્વારા દર મહિને લગભગ 15 લાખ પેસેન્જર મુસાફરી કરી રહ્યા છે. આ પરિવર્તનથી ડીઝલ ઉત્સર્જન, ધુમાડો, રજકણો અને એન્જિન અવાજ ઘટાડવામાં મદદ મળી છે. ઇલેક્ટ્રિક બસો માટે 3 ચાર્જિંગ સ્ટેશન ખાતે 110 ચાર્જિંગ પોઇન્ટ વિકસાવવામાં આવ્યા છે.

CEEWના ટેકનિકલ સહયોગથી શરૂૂ કરાયેલા ‘”Rajkot RECON Survey Dashboard 2026″ માં તમામ 18 વોર્ડની 15 પ્રદૂષણ શ્રેણીઓ સંબંધિત 11,350 હાઇપર લોકલ અવલોકનો સંકલિત કરવામાં આવ્યા છે. ડેશબોર્ડ દ્વારા પ્રદૂષણનું સ્થળ અને સ્થાનિક કારણ ઓળખીને વોર્ડ તથા સ્ત્રોત પ્રમાણે કાર્યવાહી નક્કી કરી શકાય છે. પ્રારંભિક વિશ્ર્લેષણમાં CD વેસ્ટનું ખુલ્લું ડમ્પિંગ મુખ્ય સ્ત્રોત તરીકે સામે આવ્યું છે. તેના આધારે તમામ 18 વોર્ડમાં 281 સક્રિય CD સાઇટનું સર્વેક્ષણ કરીને વેસ્ટના હેન્ડલિંગ, પરિવહન અને નિકાલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ઉપલબ્ધ સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં સરેરાશPM10નું સ્તર વર્ષ 2017-18ના 150 Ng/mLથી ઘટીને વર્ષ 2025-26માં 94 Ng/mL થયું છે, જે 37 %નો ઘટાડો દર્શાવે છે. રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છ પરિવહન, વૈજ્ઞાનિક મોનિટરિંગ, હાઇપરલોકલ ડેટા, શહેરી હરિયાળી અને નાગરિક સહભાગિતા દ્વારા આ પ્રગતિને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

આ રીતે સુધરી હવાની ગુણવતા
હવાની ગુણવત્તા માટે 5 મેન્યુઅલ AAQMS અને 1 CAAQMS દ્વારા મોનિટરિંગ.
નાકરાવાડી ડમ્પસાઇટ ખાતે 35 એકરમાં મિયાવાકી વનનું નિર્માણ.
ડમ્પસાઇટ અને જાહેર સ્થળોએ 6.95 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
7.5 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો વૈજ્ઞાનિક નિકાલ અને જમીનનો પુન:ઉપયોગ.
RECON ડેટા અને વોર્ડ-કક્ષાના સર્વેના આધારે ચોક્કસ સ્થળ તથા સ્ત્રોત કેન્દ્રિત કાર્યવાહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *