અકિલા’ના નામે ન્યૂઝ ચેનલ ચલાવવાના મામલે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં ટ્રેડમાર્ક દાવો દાખલ: વચગાળાનો એકતરફી મનાઈ હુકમ

1979થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધ્ય દૈનિક ’અકિલા’ના નામ અને ટ્રેડમાર્કનો…

1979થી પ્રસિદ્ધ થતા અને લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા તથા લાખો જાહેરખબરો આપનારા વેપાર, વ્યવસાય કર્તાના પરમ શ્રદ્ધેય સાંધ્ય દૈનિક ’અકિલા’ના નામ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ડિજિટલ ન્યુઝ ચેનલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ’અકિલા’ના પ્રોપરાઈટર-માલિક અજીતભાઈ ગણાત્રાએ રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. દાવામાં ’અકિલા’ના નામ, લોગો, ડિઝાઈન કે તેના સમાન કોઈપણ ટ્રેડમાર્કનો ન્યૂઝ ચેનલ, ડિજિટલ પ્લેટફોર્મ કે અન્ય માધ્યમમાં ઉપયોગ અટકાવવા કાયમી મનાઈહુકમ માગવામાં આવ્યો છે. પ્રેસનોટ મુજબ પ્રતિવાદી અમિતભાઈ બિપીનભાઈ ઠક્કર સામે અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ મામલે કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ છે.
દાવાની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટ દ્વારા પ્રતિવાદીને નોટિસ આપવામાં આવી છે અને એકતરફી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે.

રાજકોટથી પ્રસિધ્ધ થતા સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક અકિલા જેવા ભડતા ટ્રેડમાર્કનો ઉપયોગ કરનાર રાજકોટના ઈસમ અમિતભાઈ બિપીનભાઈ ઠકકર વિરૂૂધ્ધ રાજકોટની એડીશનલ ડિસ્ટ્રીકટ કોર્ટએ અકિલા જેવા ટ્રેડમાર્કના ઉપયોગ કરવા સામે રોક લગાવતો વચગાળાનો આદેશ કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસની ટુકમાં વિગત એવી છે કે રાજકોટથી પ્રસિધ્ધ થતા સાંધ્ય દૈનિક અકિલા ડેઈલી ના પ્રોપરાઈટર/માલિક શ્રી અજીતભાઈ ગણાત્રાએ રાજકોટની ડિસ્ટ્રીકટ કોર્મશીયલ કોર્ટમાં કોર્મશીયલ ટ્રેડમાર્ક સ્યુટ દાખલ કરી મુખ્યત્વે એવી રજૂઆત કરેલ છે કે, તેઓ સને 1979ની સાલથી અકિલા’ ના નામથી સાંધ્ય દૈનિક પ્રસિધ્ધ કરે છે અને તેજ નામથી, તેજ ડિઝાઈનથી તથા તેજ લોગોથીસતત આજાદિન સુધી કોઈપણ પ્રકારના વિશેષ વગર સૌ જાણે જુવે તે રીતે અભંગ રીતે સાંધ્ય દૈનિક પ્રસિધ્ધ કરે છે.

અકિલા’ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશ વિદેશમાં લાખો વાંચકોના હૃદયમાં માનભર્યું, મોભાદાર વિશેષ સ્થાન ધરાવે છે અને ખુબજ મોટી પ્રતિષ્ઠા, નામ, શાખ, કિતી, જનમાનસમાં પ્રચંડ વિશ્વાસ, વિશિષ્ટતા, તથા આગવી લાક્ષણીકતા ધરાવનાર લાખો વાંચકો ધરાવતું અવ્વલ દરજ્જાનું સાંધ્ય દૈનિક છે અને સાથોસાથ જનમાનસમાં અકિલા દૈનિક, અકિલા ડેઈલી, અકિલા પ્રેસ, અકિલા ન્યુઝ, અકિલા ઈન્ડિયા વિગેરે નામોથી વિશીષ્ટ આગવી આબુરુ, ગુડવીલ, નામના, શાખ ધરાવે છે તદઉપરાંત આજાદિન સુધી કરોડો લોકોએ પ્રચંડ વિશ્વાસ રાખી વિપુલ પ્રમાણમાં પોતાની વ્યાપારીક સહિતની વ્યવસાયિક તેમજ વિવિધ પ્રકારની જાહેર ખબરો પત્ર પ્રસિધ્ધ કરાવેલ છે અને કરાવે છે.

તેજ બતાવે છે કે અકિલામાં ગ્રાહકોને પ્રચંદ્ર વિશ્વાસ છે, જમકિલા સમાજમાં અતિ ઉચ્ચ, મૂલ્યવાન, પ્રતિષ્ઠિત, આબરૂૂદાર અને સત્ય ન્યુઝ પ્રસિધ્ધ કરનાર અખબાર છે. ઉપરાંતમાં ’અકિલા’ના ડીજીટલ ન્યુઝ, કેસબુક, પ્લેટફોમ ઉપર ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યૂબ, સ્વીટર સહિતના અલગ અલગ ડિજીટલ પ્લેટફોર્મ ફોલોઅર્સ ધરાવે છે. તદઉપરાંત ’અકિલા’ની ટેગ લાઈન ’સવારે ચા અને સાંજે અકિલા” પણ કરોડો લોકોના મુખે વસે છે.

તાજેતરમાં રાજકોટના ઈસમ અમીત બિપીનભાઈ ઠક્કર કે જે ભારત હેડલાઈન’ના નામથી ન્યુઝ ચેનલ ઓપરેટ કરતા હોવાનું જાણવા મળેલ છે અને તેઓ સામે થોડા સમય પહેલા ડિસ્ટ્રીકટ ડ્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન, રાજકોટમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-308(4), 6પર તથા 54 તળે, જે કોઈ વ્યક્તિ બળજબરીથી કઢાવી લેવા માટે બીજી કોઈ વ્યક્તિને ભયમાં મુકે અને જે કોઈ વ્યકિત બીજી કોઈ વ્યક્તિની આબરૂૂને હાની પહોંચાડવાના ઈરાદાથી ચેષ્ટા કરે તે મૃતલબના ગુાની ફરિયાદ નોંધાયેલી છે તેમાં પોલીસે તપાસ પૂર્ણ કરેલી છે અને કોર્ટમાં તેના વિરૂૂધ્ધ ચાર્જશીટ મુકાયેલ છે.

આ અમીતભાઈ બિપીનભાઈ ઠકકરે અકિલા”ના સમાન લોગો, ટ્રેડમાર્ક, ડિઝાઈન, નામ, નિશાન ધરાવતી તેમજ જાહેર ગેરસમજ ફેલાવનારી અકિલા ન્યુઝ’ના નામથી ડીજીટલ ન્યુઝ ચેનલ,ડીજીટલ પ્લેટફોર્મ ઉપર જાહેર જનતા ગેરમાર્ગે દારાય તે રીતે, ભામકુ છેતમેણી, સમાન ચિન્હવળી, અકિલાનો બહોળો વાંચકવર્ગ અને ગ્રાહકો ગેરમાર્ગે દોરાય તે રીતની હેતુપૂર્વક ’અકિલા ન્યુઝ’થી ચાલુ કરેલ છે જે અમીતભાઈ બિપીનભાઈ ઠકકરનું કૃત્ય મુળત: કાયદા વિરૂૂધ્ધનું છે અને ’અકિલા’ના ટ્રેડમાર્ક ઉપરનો અકિલા’નો કાયદેસરના હક્ક અને અધિકારોને ઉલ્લંધન કરનારૂૂ કૃત્ય છે. તેમજ ’અકિલા’ની સમગ્ર સમાજમાં છેલ્લા 47 વર્ષોથી સ્થાપીત થવેલ પ્રતિષ્ઠાને બાંછન લાગે તથા અકિલા નાવાંચકો અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારૂૂ કૃત્ય તાજેતરમાં ઓગષ્ટ માસથી ચાલુ કરેલ છે.

વિશેષમાં પ્રવર્તમાન ટ્રેડમાર્ક અધિનિયમમાં પાસીંગ ઓફ’ની જોગવાઈ, ગુડવીલનું રક્ષણ કરવા અને ગ્રાહકના વિશ્વાસનું રક્ષણ કરવાના ઉદેશથી લાવવામાં આવે છે. ટ્રેડમાર્ક એકટમાં પાસીંગ ઓફનો સંબંધ ઈ ન્ટલએકચ્યુલ પ્રોપર્ટી, વિવિધ વાણિજયક સેવાઓ, વ્યવસાય અને બિનવ્યવસાયીક પ્રવૃતિઓ માટે વિસ્તૃત કરેલો છે અને તેનો હેતુ છેતરપીડી અને અન્યાયી, વ્યવસાયિક, વાણિજય સેવાઓ આપવાના કિસ્સાઓમાં ટ્રેડમાર્ક માલિકો માટે ઉપલબ્ધ ઉપાયો આપનાર છે અને ટ્રેડમાર્ક અથવા ટ્રેડનામનો ગેરકાયદેસર ઉપયોગ ક્યારે થાય છે જવારે જનતાને એવું માનવામાં આવે છે કે, પુરા પાડવામાં આવતા ઉત્પાદનો અને સેવાઓ ખોટી, હલકી ગુણવતાવાળી, ભ્રામક અને અનઅધિકૃત રીતે પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે છે. તેવા કિસ્સામાં પીડીતપક્ષને તેના હકક, અધિકારનું રક્ષણ કરવા માટે તેના લોગો, નામ, માર્કની અખંડતા જાળવવા અને બજારમાં ગ્રાહકોનો વિશ્વાસ જાળ વવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે. ’અકિલા’ના તંત્રી-માલિક શ્રી અજીતભાઈ ગણાત્રાએ વિવિધ કાનૂની મુદાઓ ઉઠાવી અત્રેની કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

દાવો રજુ થયા બાદ દાવાની પ્રાથમિક સુનવણી થયા બાદ રાજકોટના મહે. એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રિયંકાબેન અગ્રવાલે દાવામાં માંગવામાં આવેલા અરજન્ટ દાદો તથા કોર્મશીયલ કોર્ટ એકટની કલમ 12(એ) અન્વયની જોગવાઈઓ તથા સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓમાં પ્રતિપાદિત કરેલ સિધ્ધાંતો ધ્યાને લઈ તેમજ દાવાની અરજન્સી ધ્યાને લઈ વાદી ’અકિલા’ના તંત્રીશ્રી અજીતભાઈ ગણાત્રાનીતરફેણમાં તથા પ્રતિવાદી અમીત બિપીનભાઈ ઠક્કર વિરૂૂધ્ધ આગામી તા. 16/09/2026 સુધી પ્રતિવાદી અમીત ઠકકર પોતે જાતે, તેના નોકર, એજન્ટ, મુખત્યાર, કર્મચારીઓ કે અન્ય કોઈ દ્વારા અકિલા ટ્રેડમાર્ક અથવા તેના સમાન કોઈપણ ટ્રેડમાર્ક, લેબલનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરવો/કરાવવો નહિ તે પ્રકારનો કામચલાઉ મનાઈ હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અકિલાના તંત્રી/માલિક શ્રી અજીતભાઈ ગણાત્રા વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસી શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી શ્યામલભાઈ સોનપાલ તથા અમદાવાદના એસ. એન્ડ એસ.એસોસીએટસના ટ્રેડમાર્ક એકટના એક્ષપર્ટ ઝાહીદભાઈ તથા રૂૂથ્વીબેન નિલેશભાઈ વેકરીયા, વિજયભાઈ ભલસોડ રોકાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *