જમ્મુની શિતલદેવી મોખરે
અહીં દિવ્યાંગ તીરંદાજો માટેની વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતે ઓછામાં ઓછા બે ચંદ્રક પાક્કાં કરી લીધા હતા. બીજી તરફ, મહિલા તીરંદાજોમાં વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન જમ્મુની શીતલ દેવીએ મહિલાઓના પોઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ટીમને લગતા પોઇન્ટની યાદીમાં પણ ભારતીય પુરુષો અને મહિલાઓની ટીમ મોખરે હતી.
યુગલ ગર્ગ, પવન કુમાર અને તન્વી ઇંગળેએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવતાં ભારતે વિઝ્યુઅલી ઇમ્પેઇર્ડ-1 કેટેગરીમાં ઓછામાં ઓછા બે મેડલ નક્કી કરી લીધા હતા. શીતલ દેવી ને બન્ને હાથ નથી અને તે બેઉ પગની મદદથી ધનુષ બાણમાં તીર ગોઠવીને નિશાન લગાવે છે. તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા ચંદ્રક જીતી ચૂકી છે. રવિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ સ્પર્ધામાં શીતલ દેવીએ વિમેન્સ કમ્પાઉન્ડ કેટેગરીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં વધુમાં વધુ સંભવિત 720 શોટની સામે 698 શોટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.
