જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ વિસ્તારમાં અંદાજે 15 નાની-મોટી હોસ્પિટલ દ્વારા પાર્કિંગના બેઝમેન્ટ બંધ રાખવામાં આવતા હોવાથી મુખ્ય માર્ગો પર વાહનોનું ગેરકાયદે પાર્કિંગ થાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ ગંભીર બેદરકારી સામે તંત્રએ આકરું વલણ અપનાવીને તમામ હોસ્પિટલોને બેઝમેન્ટ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લા કરવા આકરી નોટિસો ફટકારી દીધી છે અને આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં પત્ર મોકલીને જાણ કરી દેવામાં આવી છે.

ટ્રાફિક શાખાના ઙજઈં સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નોટિસ મળ્યા બાદ પણ જે હોસ્પિટલ પોતાના બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લા નહીં કરે, તેમની સામે મહાનગરપાલિકાને સાથે રાખીને હોસ્પિટલને સીલ મારવા સુધીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જે હોસ્પિટલો પાસે બેઝમેન્ટની સુવિધા નથી, તેમણે અલગથી પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરી દર્દીઓ અને મુલાકાતીઓના વાહનો ત્યાં જ પાર્ક કરાવવાના રહેશે. બેઝમેન્ટ કે અલગ પાર્કિંગ પ્લોટ વગર ચાલતી હોસ્પિટલને રસ્તા પર વાહનો પાર્ક કરવાની બિલકુલ પરવાનગી આપવામાં આવશે નહીં અને આવી હોસ્પિટલો, સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ કે ગેરકાયદે પાર્ક થતા વાહનો સામે આકરાં પગલાં ભરવામાં આવશે.

અકસ્માતો રોકવા અને વાહન વ્યવહાર સુચારૂૂ બનાવવા માટે તંત્ર દ્વારા ઝાંઝરડા ચોકડી, મધુરમ સહિત જિલ્લાના અન્ય તમામ અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ્સની સંયુક્ત તપાસ કરવામાં આવી છે. ઝાંઝરડા ચોકડી અને નવા બાયપાસ આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી, મહાનગરપાલિકા અને આર.ટી.ઓ. સહિત તમામ સંબંધિત વિભાગોની ટીમોએ સંકલન સાધીને યુદ્ધના ધોરણે કડક અમલીકરણ સાથે કામગીરી શરૂૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *