જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટાર

જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની…

જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની શોધમાં અચાનક રોડ પર આવી ચડેલા સિંહ પરિવારની આ રાજશાહી લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર અવારનવાર જોવા મળતી હોય છે, પરંતુ એકસાથે 10 સિંહનું ટોળું રસ્તા પર આવી જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને કૂતુહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો છે.

આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ અને સતર્કતા દાખવવામાં આવી રહી છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહની હિલચાલ પર સતત નજર રાખીને તેમને સુરક્ષિત રીતે જંગલના વિસ્તાર તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તા પર કે માનવ વસવાટ નજીક સિંહ આવી ન ચડે તે માટે તંત્ર દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો અને રાહદારીઓને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ લોકોને વિનંતી કરી છે કે, જો રસ્તામાં સિંહ પરિવાર કે સિંહનું ટોળું દેખાય તો તેમને કોઈ પણ રીતે હેરાનગતિ કરવી નહીં અથવા તેમની પાસે જઈને ફ્લેશ કે હોર્ન વગાડી છંછેડવા નહીં. આ સાથે જ સિંહની વારંવાર અવરજવર વાળા વિસ્તારોમાં રાત્રિના સમયે એકલા નીકળવાનું ટાળવું અને સાવચેતીપૂર્વક અવરજવર કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *